<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

તેજી બાદ મંદીનો દોર યથાવત : સોનામાં ૧પ૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા. નો ઘટાડો

સોનુ ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,રર,પ૦૦ અને ચાંદીના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. થયા

 

 

રાજકોટ, તા., ૨૮ : બુલીયન માર્કેટમાં   ઐતિહાસિક તેજીના દોર બાદ મંદીનો દોર શરૂ થયો હોય તેમ આજે સોનામાં  વધુ ૧પ૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં વધુ ૧૫૦૦ રૂા. તુટયા હતા. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,રર,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧પ૦૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,૪૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧ર,રપ,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ ભાવો ઘટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે  ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૪૮,૦૦૦ રૂા. થયા હતા. (૪.૧૨)

(2:45 PM IST)