News of Tuesday, 28th October 2025
સ્પાઇસજેટની ઐતિહાસિક ઉડાન: દૈનિક ફ્લાઇટ્સ બમણી! દિલ્હી-મુંબઈથી હવે સીધા 'ફુકેટ' અને ધાર્મિક સ્થળો પર જોર!
સ્પાઇસજેટના ચીફ બિઝનેસ ઓફિસર દેબોજો મહર્ષિ: "અમારી દૈનિક ફ્લાઇટ્સને બમણી કરવી એ સ્પાઇસજેટની નવી ગતિ અને વૃદ્ધિ વ્યૂહરચનાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે."

નવી દિલ્હી, તા. 28 : ભારતીય એરલાઇન સ્પાઇસજેટ આ શિયાળામાં ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી રહી છે. એરલાઇને તેના શિયાળુ સમયપત્રક માટે દૈનિક ફ્લાઇટની સંખ્યામાં જબરદસ્ત વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉના ઉનાળુ સમયપત્રકમાં જ્યાં માત્ર 125 દૈનિક ફ્લાઇટ્સ હતી, ત્યાં આ શિયાળામાં સ્પાઇસજેટ 250 દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે!
ફુકેટની સીધી ઉડાન અને મેટ્રો કનેક્ટિવિટીમાં વધારો:
વિસ્તૃત શિડ્યુલ 26 ઓક્ટોબર, 2025 થી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી રહ્યું છે. નવા શેડ્યૂલની મુખ્ય હાઈલાઈટ્સ નીચે મુજબ છે:
• આંતરરાષ્ટ્રીય: ભારતના બે સૌથી વ્યસ્ત મેટ્રો શહેરો, દિલ્હી અને મુંબઈથી થાઈલેન્ડના પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન 'ફુકેટ' માટે નોન-સ્ટોપ દૈનિક ફ્લાઇટ્સ શરૂ થશે.
• મેટ્રો રૂટ્સ: મેટ્રો શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકાયો છે. 1 નવેમ્બરથી મુંબઈ-બેંગલુરુ અને 8 નવેમ્બરથી ચેન્નાઈ-બેંગલુરુ વચ્ચે દિવસમાં બે વાર ઉડાન શરૂ થશે.
રાજસ્થાન અને ધાર્મિક સ્થળો પર વિશેષ ધ્યાન:
સ્પાઇસજેટે આ શિયાળામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ બંનેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના મુખ્ય સ્થળો અને ધાર્મિક કેન્દ્રો સુધી પહોંચ વધારી છે:
• રાજસ્થાનના શિયાળુ ડેસ્ટિનેશન: જયપુર, ઉદયપુર અને જેસલમેર માટે કનેક્ટિવિટી વધારવામાં આવી છે.
o કોલકાતા હવે 31 ઓક્ટોબરથી જયપુર અને ઉદયપુર સાથે જોડાશે.
o જયપુર 7 નવેમ્બરથી ગુવાહાટી અને મુંબઈ સાથે પણ જોડાશે.
o જેસલમેર 15 નવેમ્બરથી દિલ્હી સાથે જોડાશે.
• અયોધ્યા પર ફોકસ: રામ મંદિરના કારણે ચર્ચામાં રહેલા અયોધ્યા સાથે કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવી રહી છે.
o મુંબઈ-અયોધ્યા ફ્લાઇટ્સ 26 ઓક્ટોબરથી શરૂ, ત્યારબાદ 6 નવેમ્બરથી હૈદરાબાદ-અયોધ્યા સેવાઓ શરૂ થશે.
o દિલ્હી અને અમદાવાદથી દૈનિક ફ્લાઇટ્સ શિયાળા દરમિયાન ચાલુ રહેશે.
કંપનીનો આત્મવિશ્વાસ:
સ્પાઇસજેટના ચીફ બિઝનેસ ઓફિસર દેબોજો મહર્ષિએ જણાવ્યું કે, "અમારી દૈનિક ફ્લાઇટ્સને બમણી કરવી એ સ્પાઇસજેટની નવી ગતિ અને વૃદ્ધિ વ્યૂહરચનાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે." કંપનીનો લક્ષ્ય છે કે નવેમ્બર 2025 સુધીમાં તે તેના ઓપરેશનલ કાફલાને બમણાથી વધુ અને ઉપલબ્ધ સીટ કિલોમીટર (ASKM) ને ત્રણ ગણું કરે. આ જાહેરાત પછી સોમવારે સ્પાઇસજેટના શેર બીએસઈ પર 5.68 ટકા વધીને રૂ. 40.36 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
