હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અનોખું ગાર્બેજ કાફેઃ એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ આપીને પેટભર જમો
છત્તીસગઢની અંબિકાપુર કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરવા અને તેના નિકાલ માટે અનોખો વિચાર અમલમાં મુકયો

નવી દિલ્હી, તા.૨૮: દેશભરના પ્લાસ્ટિક ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમજ આ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવું પણ પડકારજનક બન્યું છે. ત્યારે છત્તીસગઢની અંબિકાપુર કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરવા અને તેના નિકાલ માટે અનોખો વિચાર અમલમાં મુકયો છે. જેમાં અંબિકાપુર કોર્પોરેશને ગાર્બેજ કાફે શરુ કર્યું છે. જેમાં જે વ્યકિત એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ લઈને આવે છે તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. તેમજ ઓછો પ્લાસ્ટિક વેસ્ટ લઈને આવનારને નાસ્તો આપવામાં આવે છે.
અંબિકાપુર કોર્પોરેશને ગાર્બેજ કાફેની શરુઆત વર્ષ ૨૦૧૯માં કરી હતી. આ કાફેનો ઉદ્દેશ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે ભૂખ્યા લોકોને ભોજન આપવાનો પણ છે. આ કાફે પર મોર ધ વેસ્ટ બેટર ધ ટેસ્ટનું સુત્ર પણ લખવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિકને એકત્ર કરીને તેને રિસાયકલ કરી શકાય છે અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં જણાવ્યું કે છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યું છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. જો કોઈ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે. જો અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે તો તેમને નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.
આ કાફે પાછળનો વિચાર ગરીબોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં ભોજન પૂરો પાડવાનો હતો. આ પહેલનો હેતુ શહેરમાં બે મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. જે સસ્તામાં ભોજન અને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરવામાં લોકોનું યોગદાન. પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યા બાદ વિશિષ્ટ સ્થાનિક કચરો સંગ્રહ કેન્દ્રોને આપવામાં આવે છે. જે સ્થાનિક સરકાર માટે આવક પણ ઉત્પન્ન કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
