હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં ભગવાન કૃષ્ણનું નામ લેવું પણ ગુનો છે!
હિફાઝત-એ-ઇસ્લામ અને ઇન્તિફાદા બાંગ્લાદેશ જેવા સંગઠનોએ ઇસ્કોનને ઉગ્રવાદી હિન્દુત્વ જૂથ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી

ઢાકા, તા.૨૮: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની છે. ભગવાન કૃષ્ણનું નામ લેવું, હરે રામ હરે કૃષ્ણ ગીત ગાવું કે ઇસ્કોન મંદિરની મુલાકાત લેવી પણ જોખમ વિના નથી. હિફાઝત-એ-ઇસ્લામ અને ઇન્તિફાદા બાંગ્લાદેશ જેવા સંગઠનોએ ઇસ્કોનને ઉગ્રવાદી હિન્દુત્વ જૂથ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે.
હિફાઝત-એ-ઇસ્લામ દ્વારા ચિત્તાગોંગમાં અંધારકીલા શાહી જામા મસ્જિદની બહાર રેલી કાઢવામાં આવી હતી. હજારો લોકો એકઠા થયા હતા. મૌલાના અશરફ બિન યાકુબે મંચ પરથી બૂમ પાડી હતી, સરકારે તાત્કાલિક ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ઇસ્કોન ભારતનો એજન્ટ છે, જે મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. રેલી બાદ, એક સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઇસ્કોન પર પ્રતિબંધ! જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ લોકો વકીલ સૈફુલ ઇસ્લામ અલિફની હત્યાનો બદલો લેવા માટે હાકલ કરી રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪ માં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન ચિત્તાગોંગમાં અલિફની હત્યા કરવામાં આવી હતી.
ધ ડેઇલી સ્ટાર અનુસાર, રેલીમાં, હિફાઝતના નેતા મૌલાના અશરફ બિન યાકુબે કહ્યું, સરકારે બાંગ્લાદેશમાં ઇસ્કોન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. હિફાઝતના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ, અશરફ અલી નિઝામપુરીએ આરોપ લગાવ્યો હતો કે ઇસ્કોન મુસ્લિમો વિરુદ્ધ ગુપ્ત પ્રવળત્તિઓ કરી રહ્યું છે.
ઢાકામાં નમાજ પછી ઇન્તિફાદા બાંગ્લાદેશે પણ રેલીનું આયોજન કર્યું હતું. તેમણે વચગાળાની સરકાર સમક્ષ છ માંગણીઓ રજૂ કરી હતી, જેમાં ઇસ્કોન પર પ્રતિબંધ, તેની સામે તપાસ અને તેની સામે કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે. અલ-કાયદા સાથે સંકળાયેલા જસીમુદ્દીન રહેમાનીએ કહ્યું, ઇસ્કોન હિન્દુ સંગઠન નથી; તે એક યહૂદી ઉગ્રવાદી જૂથ છે. તે સતત ગુનાઓ કરી રહ્યું છે. અહેમદ રફીકે ગુસ્સામાં કહ્યું, અમારા એક ઇમામે ઇસ્કોન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને સાંકળોથી બાંધવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. છતાં સરકાર મૌન છે, અને આરોપીઓ મુક્ત ફરે છે.
શેખ હસીનાના પતન પછી ઇસ્કોન પર હુમલો, મંદિરો સળગાવી દેવામાં આવ્યા, ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા. ઓગસ્ટ ૨૦૨૪ માં શેખ હસીનાની સરકારના પતન પછી, બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વ્યાપક હિંસાનો સામનો કરવો પડ્યો. ઇસ્કોનના અનેક મંદિરો અને કેન્દ્રો પર હુમલો કરવામાં આવ્યો. ચિન્મય કળષ્ણ દાસ પ્રભુ જેવા અગ્રણી નેતાઓ જેલમાં છે. જાન્યુઆરી ૨૦૨૫ માં, બાંગ્લાદેશ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગના આરોપસર ઇસ્કોનના ૧૭ સભ્યોના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
