હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ તા.૨૮
આંધ્રપ્રદેશના કન્નુર ખાતે મુસાફરોથી ભરેલી ખાનગી બસમાં અચાનક આગ લાગતાં ૨૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. હૈદરાબાદ થી બેંગ્લોર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં ૨૦ મુસાફરોનાં દુઃખદ અવસાન થયાં હતાં. અનેક મુસાફરોને દાઝી જતાં ઈજાઓ પણ થઈ છે.
પૂ. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલી પાઠવી છે અને તેમના પરિવારજનોને તત્કાલ સહાયતા રાશિ સ્વરૂપ રુપિયા બે લાખ આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ કર્યા છે. બીજી બાજુ નર્મદા નદી પર ગરુડેશ્વર નજીક ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરોના કરુણ મોત નિપજયા છે.
તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ વિતિય સેવા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM