<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ખેડૂતો માટે ચિંતાજનક: રાજ્યમાં ૩૦ ઓક્ટોબરથી કમોસમી વરસાદનું સંકટ : જુઓ વિડીયો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'માવઠા'નો ભારે રાઉન્ડ ત્રાટકશે ? પોરબંદર-દ્વારકા પર મુખ્ય ખતરો ?

રાજકોટ : રાજ્યના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના તાજા અભ્યાસ અને વિવિધ વેધર મોડેલ્સ અનુસાર, તારીખ ૩૦ ઓક્ટોબર, ગુરુવારના બપોર બાદથી એક નવી વેધર સિસ્ટમ્સ ગુજરાતના દરિયાકાંઠા નજીક સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને કમોસમી વરસાદનો દોર શરૂ થશે તેવી પૂરી સંભાવના હોવાનું જાણીતા હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા જણાવે છે. 

આ સિસ્ટમ્સનો મુખ્ય ટ્રેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાન વિસ્તારો:

વિશેષ મળતી વિગતો મુજબ અને 

હાલના અભ્યાસ મુજબ, આ સિસ્ટમ્સનો મુખ્ય ટ્રેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, ખાસ કરીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસ રહેશે. જેના પરિણામે, તારીખ ૩૦ ઓક્ટોબર, ૩૧ ઓક્ટોબર અને ૧ નવેમ્બર દરમિયાન આ વિસ્તારોમાં 'માવઠા' રૂપી વરસાદનો એક ભારે રાઉન્ડ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના હોવાનું પણ જણાવાય છે. 

 

કચ્છ અને અંદરના વિસ્તારોમાં પણ અસર:

આ સિસ્ટમ્સની અસર માત્ર પોરબંદર-દ્વારકા પૂરતી સીમિત નહીં રહે. સૌરાષ્ટ્રને અડીને આવેલા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ્સ થકી માવઠા રૂપી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના અંદરના ભાગો જેવા કે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ ગુજરાતના અન્ય અંદરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી.

 

ખેતી પાકોને નુકસાનની ભીતિ:

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલ શિયાળુ પાકોના વાવેતરની તૈયારી ચાલી રહી છે તથા કેટલાક તૈયાર પાક ખેતરોમાં અને માર્કેટિંગ યાર્ડમાં પડ્યા છે, ત્યારે આ માવઠું ખેતીને નુકસાન પહોંચાડી શકે છે. તંત્ર દ્વારા ખેડૂતોને પોતાનો તૈયાર માલ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તાકીદ કરવામાં આવી છે.

 

(9:22 PM IST)