<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મોંથા વાવાઝોડાની ધાર્યા કરતા તીવ્રતા ઓછી રહી હોવાથી મોટો જાનહાનિ ટળી

દક્ષિણ ભારતમાં ત્રાટકેલા મોંઘા નામના તીવ્ર ચક્રવાતી તોફાને આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાને કારણે ૧૫ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, અપેક્ષા કરતાં તેની તીવ્રતા ઓછી રહી હોવાથી મોટો જાનહાનિ ટળી છે, પરંતુ ખેતી અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે.

વિગતવાર જોઈએ તો ચક્રવાતી વાવાઝોડું મોંઘા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે નરસપુર નજીક ત્રાટક્યું હતું, જેની ઝડપ ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક અને ઝાટકા ધીમે ધીમે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. આ વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના ૧૫ જિલ્લાઓમાં ભારે અસર જોવા મળી છે, જેમાં વીજળીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર અને પાવર લાઈનોને મોટું નુકસાન થવાથી વીજળી ક્ષેત્રને આશરે ₹૨,૨૦૦ કરોડ નું નુકસાન થયું છે.

વાવાઝોડાની ગંભીર અસરો નીચે મુજબ રહી:

 * જાનહાનિ: વાવાઝોડા દરમિયાન, ભારે પવનના કારણે એક મકાન ઉપર વૃક્ષ તૂટી પડતાં કોનાસીમા જિલ્લાના મકનપાલમ ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૨ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

 

 * પાકને નુકસાન: આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને પવનને કારણે ૪૩,૦૦૦ હેક્ટર થી વધુ વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે, જેમાં ડાંગર અને કપાસનો પાક સૌથી વધુ પ્રભાવિત થયો છે. કુલ ૧.૭૬ લાખ હેક્ટર વિસ્તારના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.

 

 * સ્થળાંતર: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૭૬,૦૦૦ થી વધુ લોકોને રાહત શિબિરોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

 

 * પરિવહન પર અસર: વાવાઝોડાના કારણે સલામતીના પગલાં તરીકે અનેક ટ્રેન અને ફ્લાઇટ ની સેવાઓ રદ કરવામાં આવી હતી અથવા તેમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

 

 * વર્તમાન સ્થિતિ: વાવાઝોડું ત્રાટક્યા બાદ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઓડિશા બાજુ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વાવાઝોડાની તીવ્રતા અનુમાન કરતાં ઘણી ઓછી રહી, જેના કારણે વિનાશનું પ્રમાણ ઓછું નોંધાયું છે.

 

 

 

_____

 

 

 

* ટ્રમ્પનો ફરી એકવાર સનસનીખેજ દાવો: "ટ્રેડ અને ટેરીફની ધમકી આપી, બે અણુરાષ્ટ્રો ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું, જેમાં 'સાત સુંદર નવા વિમાનો' તોડી પડાયા હતા!"*

 

જાપાનના પ્રવાસ દરમિયાન વ્યાપારી આગેવાનો સાથેના રાત્રિભોજનમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સનસનીખેજ દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ યુદ્ધ ટાળવા માટે તેમણે વ્યાપાર (ટ્રેડ) અને જકાત (ટેરીફ) ને એક સાધન તરીકે ઉપયોગમાં લીધા હતા. જોકે, ભારતે હંમેશા આ યુદ્ધને રોકવા માટે કોઈપણ તૃતીય પક્ષની દખલગીરીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે.

 

વિગતે જોઈએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. જાપાનમાં વ્યાપારી નેતાઓ સાથેના એક કાર્યક્રમમાં રાત્રિભોજન દરમિયાન તેમણે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને અટકાવ્યો હતો.

 * નવો અને વિવાદાસ્પદ દાવો: ટ્રમ્પે આ વખતે દાવો કરતાં કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન ગંભીર સંઘર્ષ કરી રહ્યા હતા. જેમાં 'સાત એકદમ નવા, સુંદર વિમાનો' તોડી પાડવામાં આવ્યા હતા." આ વિમાનોનો ઉલ્લેખ કરીને તેમણે સંઘર્ષની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

 * જકાતનો ઉપયોગ: ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન તેમજ સેના પ્રમુખને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો તેઓ લડવાનું બંધ નહીં કરે, તો અમેરિકા તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યાપાર કરશે નહીં. ટ્રમ્પના મતે, આ ધમકીના માત્ર ૨૪ કલાકમાં સંઘર્ષ અટકી ગયો હતો.

 * વિશ્વ શાંતિ માટે જકાત: ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે જકાત અને વ્યાપારનો ઉપયોગ કરીને વિશ્વના અનેક સંઘર્ષો અને યુદ્ધોને અટકાવ્યા છે. તેમના મતે, "વ્યાપાર એ ૭૦% શાંતિનું કારણ છે," કારણ કે દેશો અમેરિકા સાથેનો વ્યાપાર સંબંધ જાળવી રાખવા માગે છે.

 * ભારતનો પક્ષ: જોકે, ભારતે આ અગાઉ અનેકવાર ટ્રમ્પના આ દાવાઓને ખંડિત કર્યા છે. ભારત સરકારનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામનો નિર્ણય બંને દેશો વચ્ચેની સીધી રાજદ્વારી વાતચીત દ્વારા લેવામાં આવ્યો હતો અને તેમાં કોઈ તૃતીય પક્ષ ની મધ્યસ્થી સામેલ નહોતી.

 

(9:30 AM IST)