<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

આંધળો પ્રેમઃ છોકરાને ૨૦ વર્ષની જેલની સજા થઈ છતાં યુવતી ઘરેથી ભાગી પ્રેમીના ઘરે રહેવા જતી રહી

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલા કિલા મોહલ્‍લા વિસ્‍તારમાં પ્રેમ પ્રસંગનો એક કિસ્‍સો ખૂબ જ ચર્ચામાં

સહારનપુર તા.૩૦: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલા કિલા મોહલ્‍લા વિસ્‍તારમાં પ્રેમ પ્રસંગનો એક કિસ્‍સો ખૂબ જ ચર્ચામાં છે. જે પોતાના પ્રેમીના ઘરે જઈને યુવતી રહેવા લાગી હતી, તેને લઈને હોબાળો થઈ ગયો હતો. આ વાતની જાણ થતાં હિન્‍દુ સંગઠનોના લોકો અને યુવતીના પરિવારવાળા યુવકના ઘરે પહોંચી ગયા અને ત્‍યાં જઈને ઘરની બહાર બેસી ચાર-પાંચ કલાક સુધી ધરણા આપ્‍યા હતા. બાદમાં જેમતેમ કરીને મામલો થાળે પાડ્‍યો હતો.

જાણકારી અનુસાર, યુવતી અને યુવક વચ્‍ચે દોસ્‍તી ૨૦૨૨ની આસપાસ થઈ હતી. જ્‍યારે છોકરી સગીર હતી. બંને અલગ અલગ સમુદાયમાંથી છે. આ મામલો ત્‍યારે ચગ્‍યો જ્‍યારે કોર્ટે હાલમાં જ યુવકને આ કેસમાં ૨૦ વર્ષની સજા સંભળાવી હતી. યુવક હાલમાં જેલમાં છે. પણ છોકરી છતાં પણ તેના ઘરમાં રહેવા જતી રહી.

જેવું પરિવારને આ વાતની જાણકારી મળી કે યુવતી-યુવકના ઘરે રહે છે. તેમણે હિન્‍દુ સંગઠનોનો સંપર્ક કર્યો. ત્‍યાર બાદ બજરંગ દળના પૂર્વ સંયોજક વિકાસ ત્‍યાગીના નેતૃત્‍વમાં અનેક યુવકો આ યુવતી જે ઘરમાં રહેવા આવી હતી, ત્‍યાં જઈને પહોંચી ગયા.

વિકાસ ત્‍યાગીએ આરોપ લગાવ્‍યો કે યુવકનો પરિવાર છોકરીને પોતાની પાસે બળજબરીથી રાખી રહ્યો છે અને તેના પર વશીકરણ અથવા જાદુટોણા કર્યા છે.

તો વળી યુવકના પિતાએ આ આરોપોનો ફગાવી દીધા છે. તેમણે જણાવ્‍યું કે, છોકરીના મામા ખુદ તેને અમારા ઘરે મૂકી ગયા હતા. અમે કોઈને બળજબરીથી રોકી નથી. છોકરી પોતાની મરજીથી અહીં રહેવા માગે છે.

આ ઘટના બાદ સૂચના મળતા પોલીસ પણ ઘટના સ્‍થળે આવી પહોંચી અને આ વિસ્‍તારની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે સમજાવ્‍યા બાદ છોકરીને પોલીસ સ્‍ટેશને લાવી બંને પક્ષ વચ્‍ચે વાતચીત કરી. હાલમાં એ નક્કી નથી થયું કે છોકરી આગળ જતાં ક્‍યાં રહેશે.

(10:16 AM IST)