<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

બેંગલુરુમાં હૈયું હચમચાવતી ઘટનાઃ નજીવી તકરારમાં દંપતીએ કારથી ૨ કિમી પીછો કરી ફૂડ ડિલિવરી એજન્‍ટને કચડી માર્યોઃ બંનેની ધરપકડ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઃ ૧૪ દિવસની ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દેવાયા

નવી દિલ્‍હી, તા.૩૦: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. માત્ર વાહનના સાઈડ મિરરને અડકી જવા જેવી સામાન્‍ય બાબતમાં, એક દંપતીએ ગુસ્‍સામાં આવીને ફૂડ ડિલિવરી એજન્‍ટનો બે કિલોમીટર સુધી કારમાં પીછો કર્યો અને જાણીજોઈને તેને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધો. પુટ્ટેનહલ્લી પોલીસે હત્‍યાનો ગુનો નોંધી માર્શલ આર્ટ ટ્રેનર પતિ અને તેની પત્‍નીની ધરપકડ કરી છે.

બેંગલુરુના પુટ્ટેનહલ્લી વિસ્‍તારમાં બનેલી આ ક્રૂર ઘટનામાં, રોડ રેજના એક નાના ઝઘડાનો કરુણ અંજામ આવ્‍યો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, ૨૪ વર્ષીય ફૂડ ડિલિવરી એજન્‍ટ દર્શન, ૨૫ ઓક્‍ટોબરની રાત્રે ઓર્ડર ડિલિવર કરવા જઈ રહ્યો હતો, ત્‍યારે તેનું સ્‍કૂટર એક કારના સાઈડ મિરર સાથે સહેજ અથડાયું હતું.

આ સામાન્‍ય ઘટના પર કાર ચાલક મનોજ કુમાર (૩૨) અને તેની પત્‍ની આરતી શર્મા (૩૦) એટલા ઉશ્‍કેરાઈ ગયા કે તેઓએ દર્શનનો પીછો કરવાનું શરૂ કર્યું. દર્શને માફી માંગી આગળ વધવાનો -યાસ કર્યો, પરંતુ દંપતીએ લગભગ બે કિલોમીટર સુધી તેનો પીછો કર્યો અને આખરે નટરાજ લેઆઉટ પાસે પાછળથી પૂરઝડપે ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે દર્શનનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મળત્‍યુ નીપજ્‍યું હતું.

આરોપી મનોજ કુમાર વ્‍યવસાયે કલરીપાયટ્ટુ (માર્શલ આર્ટ) ટ્રેનર છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં દંપતી ટક્કર માર્યા બાદ ફરાર થતું અને પછીથી તૂટેલા પુરાવા એકઠા કરવા પાછું ફરતું પણ દેખાયું હતું.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ કરી દંપતીની ધરપકડ કરી છે અને તેમને ૧૪ દિવસની ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દેવાયા છે. 

(3:07 PM IST)