<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના ‘‘રાષ્ટ્રીય જનતા દળ''નો રિપોર્ટ કાર્ડઃ વર્ષ ૧૯૯૭ થી ૨૦૨૦ સુધીના લેખાજોખા પરિવાર વાદને જ પ્રાધાન્‍ય

લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્‍વી યાદવ, અને તેજ પ્રતાપ યાદવ બિહારના પ્રથમ મહીલા મુખ્‍યમંત્રી બન્‍યા હતા રાબડીદેવી ૨૦૦૦ના વર્ષમાં એકલપંડે ૧૨૪ સીટો જીતી ઇતિહાસ રચ્‍યો હતો ૨૦૧૫માં પક્ષને ફરી ફિનિક્‍સની જેમ બેઠો કર્યો હતો લાલુ યાદવે ‘‘આર જે ડી'' આજે પણ બિહારની સૌથી મોટું સંગઢન ધરાવતી પાર્ટી છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ બિહાર વિધાનસભા પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે બિહારના મુખ્‍ય પક્ષ પૈકીના એક એવા લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ ‘‘આરજેડી'' ના રિપોર્ટ કાર્ડમાં ખાસ્‍સો ઉતાર ચઢાવ જોવા મળ્‍યો છે.

પક્ષમાં પરિવારવાદ આંખે ઉડીને વળગી રહ્યો છે, પક્ષની સ્‍થાપના લાલુ પ્રસાદ કરી અને ત્‍યાર બાદ પરીવાર વાદ જ દેખાય રહીયો છે, લાલુ પ્રસાદ પછી રાબડી દેવી, ત્‍યાર બાદ તેજસ્‍વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ આ વંશવેલો આગળ વધ્‍યા જ કરે છે, પક્ષમાં આ પરિવાર સિવાય કોઈએ કાઢું કાઢ્‍યું હોય તેમ જણાતું નથી.

રાષ્ટ્રીય જનતા દળની સ્‍થાપના લાલુ પ્રસાદ યાદવ દ્વારા ૫ મી જુલાઈ ૧૯૯૭ના રોજ થઈ હતી, કહેવાય છે કે લાલુ જી એ જનતાદળ માંથી છૂટીને આરજેડી ની શરૂઆત કરી પાર્ટીને નિશાન મળ્‍યું લાલટેન...ત્‍યારે પક્ષની વિચારધારા હતી સામાજિક ન્‍યાય, અને પછાત વર્ગોનું  સશકિતકરણ.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવ ના ( રાષ્ટ્રીય જનતા દળ ) ‘‘આરજેડી'' નો ચૂંટણી ઇતિહાસ જોઈએ તો વર્ષ ૨૦૦૦માં એકલપંડે ચૂંટણી લડી ૧૨૪ સીટો ઉપર વિજય મેળવી સત્તામાં આવ્‍યા,૨૦૦૫ના ફેબ્રુઆરીમાં ૭૫ સીટ મેળવી જોકે સત્તામાંના આવી શક્‍યા, ફરી ચૂંટણી કરવી પડી ૨૦૦૫ ઓક્‍ટોબર માં પરંતુ લોકોની નારાજગીને લઈને આરજેડી  માત્ર ૫૪ સીટ ઉપર વિજયી થતા સત્તા ગુમાવી,૨૦૧૦ના વર્ષમાં આવી ચૂંટણી આ વેળા એ આરજેડી એ એકલા ચૂંટણી લડી જોકે માત્ર ૨૨ સીટ મળતા નામોશી જેવી હાલત થઇ ગઈ હતી.

પક્ષની છબી સુધારવાનો ખુબ જ પ્રયત્‍નો થયા ૨૦૧૫ની ચૂંટણીમાં મહાગઠબંધનમાં ૮૦ સીટ ઉપર જીત મેળવી ફિનિક્‍સની જેમ પક્ષ ને ફરી બેઠો કર્યો, વર્ષ ૨૦૨૦ માં ફરી ગઠબંધનના જોરે ચૂંટણી લડી અને ૭૫ સીટ મેળવી પરંતુ બહુમતીના બની શકી.

અને હવે ૨૦૨૫ની આ ચૂંટણી લડવા લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્‍વી યાદવ મેદાને જંગ ઉતાર્યા છે... આ પિતા ંપુત્રની જોડી આ ચૂંટણીમાં પક્ષ ને સત્તા સુધી પહોંચાડી શકશે કે કેમ...?

જવાબ માટે આપણે ૧૪ મી નવેમ્‍બર સુધી રાહ જોવી પડશે. હવે જો આપણે આરજેડી ના મુખ્‍ય નેતા ( લાલુ પરીવાર)ની રાજકીય ભૂમિકા જોઈએ તો લાલુ પ્રસાદ યાદવ પક્ષ ની સ્‍થાપના થી આજ સુધી રાજનીતીમાં સક્રીય છે જેમાં જેલવાસ અને સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા ખરી પરંતુ હજુ પણ લડી રહ્યા છે, હાર નથી માની કે નથી થયા સરન્‍ડર....

રાબડી દેવી કે જેવો લાલુ પ્રસાદના ધર્મપત્‍ની છે તેવો બિહારના પ્રથમ મહીલા મુખ્‍યમંત્રી છે, લાલુ યાદવની ગેરહાજરી માં તેવો ૧૯૯૭ થી ૨૦૦૫ સુધીમાં ૩ વખત મુખ્‍યમંત્રી રહ્યા.

હવે આપણે લાલુ યાદવના નાના પુત્ર તેજસ્‍વી યાદવની વાત કરીએ તો આમતો રાજકીય પરીવારમાં ઉછેરેલા પરંતુ ૨૦૧૫ થી સત્તાવાર સક્રીય થયાં ૨૦૨૦ ના વર્ષમાં તેમણે પાર્ટીનું નેતૃત્‍વ કર્યું હતું, અને હાલની ૨૦૨૫ની વિધાનસભાની ચૂંટણી માં ગઠબંધનનો મુખ્‍યમંત્રીનો ચહેરો છે તેજસ્‍વી યાદવ.

તેજ યાદવ કે જે લાલુ યાદવના મોટા પુત્ર છે ,૨૦૧૫માં પ્રથમ વખત ચૂંટણી લડી અને જીત્‍યા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી બન્‍યા ૨૦૨૦માં ફરી થી એ જ બેઠક ઉપર થી ચૂંટણી લડ્‍યા અને જીત્‍યા પરંતુ આગળ જતા નાના ભાઈ તેજસ્‍વી સાથે સંબધો માં તણાવ આવ્‍યો, આગળ જઈને સમાધાન પણ થયું પરંતુ ફરી પરીવાર સાથે બગડ્‍યું છે જેથી નારાજ ચાલે છે.

ત્‍યાર બાદ જો આપણે પક્ષના રાષ્ટ્રીય અધ્‍યક્ષ ની વાત કરીએ તો આ જવાબદારી સંભાળે છે જગદાનંદ સિહ આમતો તેવો ૨૦૨૦ થી સક્રીય છે, હાલમાં તેવો સંગઢન મજબૂત કરવામાં લાગ્‍યા છે. 

(3:07 PM IST)