<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

વડાપ્રધાન મોદીની આજે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે છપરા, અને મુઝફફરપુરમાં ભવ્‍ય રેલી

કેમ અગત્‍યની છે છપરા બેઠક...? લાલુ પ્રસાદ યાદવની રાજકીય કારકીર્દીનું કેન્‍દ્ર રહ્યું છે છપરા, આજે પણ આરજેડીનો ગઢ ગણાય છે છપરા, બિહારની સૌથી મહત્‍વપૂર્ણ રાજકીય બેઠકો પૈકી ની એક એટલે છપરા બેઠક, મુઝફફરપૂર એટલે બિહાર ની આર્થિક અને સામાજિક રાજધાની આરજેડી અને બીજેપી વચ્‍ચે અહીં સીધી ટક્કર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર અર્થે આજેર છપરા અને મુઝફફરપૂર ખાતે  ભવ્‍ય રેલી કરી રહ્યા છે, ત્‍યારે સવાલ થાય કે મોદી જી અહીં રેલી કરી રહ્યા છે તો કેમ અગત્‍ય ની છે આ બેઠક...?

આવો આપણે આ બેઠકની વસ્‍તી, જાતિ નો પ્રભાવ અને રાજકીય પક્ષ તરફના ઝુકાવને જોઈએ તો, સૌ પ્રથમ છપરા બેઠક વિશે જોઈએ તો વિધાનસભા બેઠક સારણ જીલ્‍લા માં આવેલ છે , આ બેઠક ૧૯૫૧ થી સતત અસ્‍તિત્‍વમાં છે, લાલુ પ્રસાદ યાદવનું આ ઉદયસ્‍થાન ગણાય છે, છપરા બેઠક બિહારની સૌથી મહત્‍વપૂર્ણ રાજકીય બેઠકોમાંની એક ગણાય છે, અહીં હાલ આરજેડીના ધારાસભ્‍ય ડો. ચંદ્રિકા રાય કાર્યરત છે, વર્ષ ૨૦૨૦ ના આંકડા અનુસાર આશરે ૨.૭૫ લાખની વસ્‍તી છે .

      જેમાં યાદવો ની વસ્‍તી આશરે ૨૫%, જેટલી છે જેવો આરજેડી તરફી છે, રાજપુત સમાજની વસ્‍તી આશરે ૧૫ % છે જેવો બીજેપી અને જેડીયુ તરફ ઝૂકેલા છે, અહીં મુસ્‍લિમ વસ્‍તી ૧૮% જેટલી છે જેવો આરજેડી તરફ ઝુકાવ ધરાવે છે, અહીં બ્રાહ્મણ સમાજ ની વસ્‍તી ૧૦% જેટલી છે જેવો બીજેપી તરફી છે, તો દલિત અને મહાદલિત સમાજ ની વસ્‍તી ૧૦% જેટલી છે જેવો અને એલએલપી તરફી કહેવાય છે, અને અન્‍ય ઓબીસી/ ઈ બી સી સમાજ ની વસ્‍તી ૨૨% જેટલી છે તેવો જેડીયુ અને વીઆઇપી તરફી હોવાનું કહેવાય છે.

આ બેઠક પર ૧૯૮૦ થી ૧૯૯૦ દરમ્‍યાન કોંગ્રેસ અને જનતાદળ વચ્‍ચે સ્‍પર્ધા હતી જેમાં જનતાદળ મજબૂત બન્‍યું,૧૯૯૦ થી ૨૦૦૫ દરમ્‍યાન જનતાદળ અને આરજેડી વચ્‍ચે ટક્કર રહી જેમાં આરજેડી એ આ વિસ્‍તારને પોતાની ગઢ બનાવી લીધો.

૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્‍યાન આરજેડી અને જેડીયુ વચ્‍ચે હરિફાઈ રહી જેમાં નીતીશ કુમાર ની લહેર મા જેડીયુ આગળ નીકળી, ત્‍યાર બાદ ૨૦૧૫ થી અત્‍યાર સુધીમાં આરજેડી અને એનડીએ વચ્‍ચે લડાઈ રહી જેમાં આરજેડી મજબૂત જણાય છે.

અને કદાચ એટલે જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી આ બેઠક પર રેલી કરી રહ્યા છે, હવે જોઈએ મતદારોનો મિજાજ, શું લાલુને જ વફાદાર રહેશે કે મોદી જી ઉપર વિશ્વાસ મૂકી છપરા બેઠક બીજેપીને સોંપશે...

હવે જો આપણે મુઝફફરપુર વિશે જોઈએ તો આ બેઠકની બિહારની આર્થિક અને સાંસ્‍કૃતિક રાજધાની માનવામાં આવે છે, આ બેઠક ૧૯૫૧થી સતત અસ્‍તિત્‍વ માં છે જે જિલ્‍લો પણ મુઝફફર પુર છે, અહીંની વસ્‍તી જુના આંકડા મુજબ આશરે ૩ લાખ જેટલી છે, અહીં વસ્‍તીની જાતીની દ્રષ્ટિએ જોઈએ તો બનીયા, મહાજન, અગ્રવાલની વસ્‍તી ૨૫% જેટલી છે જેવો બીજેપીના પ્રભાવ માં મનાય છે, બ્રાહ્મણ સમાજ આશરે ૧૦% જેટલો છે, કાયસ્‍થ સમાજ પણ ૧૦% જેટલો છે આ બંને સમાજ પણ મોટા ભાગે બીજેપી તરફી છે, તો અહીં મુસ્‍લિમ સમાજ ૧૫% વસ્‍તી ધરાવે છે જેવો આરજેડી તરફ વળેલા છે,૧૦% જેટલો દલિત સમાજ છે જે જેડીયુ અને આરજેડી બંને બાજુ વલણ ધરાવે છે, અને અન્‍ય ઓબીસી સમાજની આશરે ૨૦% વસ્‍તી છે જેવો જેડીયુ અને વીઆઇપી તરફી કહેવાય છે, અહીંના બિઝનેસ કરતો વર્ગ અને બ્રાહ્મણ, કાયસ્‍થ સમાજ બીજેપીનો મુખ્‍ય આધાર સ્‍તંભ છે, જ્‍યારે મુસ્‍લીમ અને દલિત મતદારો આરજેડી અને જેડીયુ તરફ ઝૂકેલા છે.

૧૯૫૧ થી ૧૯૯૫ સુધીના સમયમાં આ સીટ ઉપર કોંગ્રેસ અને જનતા પાર્ટી નો કબ્‍જો રહ્યાનુ જણાય છે અને ૨૦૦૦ થી ૨૦૨૦ સુધીના પરિણામો જોતા આ સીટના મતદારો બીજેપી અને આરજેડી તરફ ટર્ન થઈ ગયા છે.

ઉપરોક્‍ત બંને બેઠક ઉપર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી જંગી રેલી કરી રહ્યા છે અને આ રેલી બાદ આપણા બે દિવસ આપણા ગુજરાતમાં કેવડિયા ખાતે પધારી રહ્યા છે.

(3:08 PM IST)