<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

બ્રહ્મા વિષ્‍ણુ મહેશનુ ત્રિગુણાત્‍મક સ્‍વરૂપ એટલે ગુરુ : પૂ. રામેશ્વરબાપુ હરીયાણી

ચરાડવામાં પૂ.દયાનંદગીરીજી મહારાજની સ્‍મૃતિમાં પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં આયોજીત શ્રી રામકથામાં ઉમટતા ભાવિક-ભકતજનો

રાજકોટ, તા., ૩૦: ચરાડવા ખાતે પૂ.દયાનંદગીરીજી મહારાજની ઇચ્‍છાનુસાર પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં આયોજીત રામકથામાં વ્‍યાસપીઠ ઉપરથી પૂજ્‍ય રામેશ્વર બાપુએ ગુરુ નો મહિમા ગાતા જણાવ્‍યું કે ગુરુ સ્‍વયમ બ્રહ્મા છે ગુરુ સ્‍વયમ શિવમ વિષ્‍ણુ બ્રહ્મા વિષ્‍ણુ મહેશ નો ત્રિગુણાત્‍મક સ્‍વરૂપ એટલે ગુરુ છે.

ગૌસ્‍વામી તુલસીદાસજી મહારાજ એ રામચરિત માનસમાં દરેક સોપાનની અંદર ગુરુનો મહિમા ગાયો છે ભગવાન રામ ચિત્રકૂટ છોડીને અનેક સંતોને દર્શન આપતા આપતા ઋષિના આશ્રમમાં પહોંચે છે ગુરુના વચનોને સિદ્ધ કરવા માટે થઈ વર્ષોથી શબરી ભગવાન રામની પ્રતિક્ષા કરતી ભગવાન રામ શબરીના આશ્રમ પહોંચ્‍યા છે ભાવપૂર્ણ સ્‍વાગત થયું છે.

પૂ.રામેશ્વરબાપુ હરીયાણીએ રામકથામાં જણાવ્‍યું હતું કે, ભગવાન રામ એ નાનામાં નાના માણસને સમાજના છેલ્લા માણસને સમજાય એવા ભક્‍તિના નવ પ્રકાર કર્યા છે જેમાં શબરીને ભગવાન રામ એ કહ્યું કે પ્રથમ ભક્‍તિ સંત ન કર કર સંગા સંત નો સમાગમ સાધુનો સમાગમ સમાધી વાળા નો સમાગમ એ શ્રેષ્ઠ ભક્‍તિ છે.

 કલયુગમાં કોઈપણ જીવ મારી કથા સાંભળી ને ભક્‍તિ કરશે તો એ ભક્‍તિ તો કહેવાશે જ પરંતુ સંત સાનિધ્‍ય વિના ભક્‍તિ સફળ થતી નથી માટે પ્રથમ સંતનું સાનિધ્‍ય આવશ્‍યક છે ભગવાન રામ શબરીને નવધા ભક્‍તિ કહી અને વનની યાત્રામાં આગળ વધે છે હનુમાનજી સાથે ભગવાન રામનું મિલન થાય છે. મહાકાળીધામ આશ્રમમાં  રામકથામાં હળવદ મોરબી વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં રામકથા નો લાભ રહી રહ્યા છે સાથે સાથે સમાધિનો ભોજન પ્રસાદ પણ પ્રાપ્ત કરી રહ્યા છે સમગ્ર કથાના આયોજનમાં મહાન શ્રી અમરગીરી બાપુએ પોતાની ગુરુની પ્રસન્નતા માટે આ રામકથાનું આયોજન કર્યું છે સ્‍વયંસેવકો પણ ભાવથી સેવા કરી રહ્યા છે.

(3:14 PM IST)