News of Thursday, 30th October 2025
પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા રોહીત આર્યને રૂપિયા આપવાના બાકી નહોતા
સ્વચ્છતા મોનિટર પ્રોજેક્ટ માટે રોહિત આર્યને રૂપિયા 2 કરોડ ચૂકવવા માટે કોઈ કરાર થયો ન હતો.

મુંબઈમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્ય સામેના આરોપો અંગે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે એક નિવેદન બહાર પાડ્યું છે. મહારાષ્ટ્ર સરકારના સચિવ રણજીત સિંહ દેઓલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા મોનિટર પ્રોજેક્ટ માટે રોહિત આર્યને રૂપિયા 2 કરોડ ચૂકવવા માટે કોઈ કરાર થયો ન હતો. તેમણે આ અંગે સ્વૈચ્છિક સેવા આપી અને તેમને આ કાર્ય માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ માઝી શાળા સુંદર શાળા કાર્યક્રમ લાગુ કરવા માટે, સરકાર સાથે ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ તે કાર્યક્રમ સફળ થયો નથી. રોહિત પર મહારાષ્ટ્ર સરકારનું કોઈ બાકી લેણું નથી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
