News of Friday, 31st October 2025
જાનુડીની સગાઈ થઈ તો પ્રેમીથી રહેવાયું નહીં: પ્રેમિકાને મળવા પહોંચ્યો ને મોત મળ્યું
ગુસ્સામાં તેને દોરડા વડે બાંધી દીધો. પછી ધોકા વડે મારવાનું શરૂ કરી દીધું, ગામના લોકો પણ આ ઘટનામાં સામેલ હતા

હમીરપુર,તા.૩૧: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકને મારી નાખ્યો હતો. યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે ગયો હતો. આ દરમિયાન તેને છોકરીના પરિવારવાળાએ પકડી લીધો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર છોકરીના લગ્ન બળજબરી કરાવવામાં આવી રહ્યા હતા. એટલા માટે યુવક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. મૃતકની ઓળખ ૩૫ વર્ષીય રવિ તરીકે થઈ છે. તે મનીષાને મળવા પર્ચ્છ ગામમાં ગયો હતો. મનીષાના લગ્નના સમાચાર સાંભળી તે ત્યાં આવ્યો હતો, પણ પરિવારના લોકોએ તેને પકડી લીધો. ગુસ્સામાં તેને દોરડા વડે બાંધી દીધો. પછી ધોકા વડે મારવાનું શરૂ કરી દીધું, ગામના લોકો પણ આ ઘટનામાં સામેલ હતા.
રવિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો, તેણે પાણી માગ્યું પણ કોઈએ આપ્યું નહીં. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, રવિને એટલો માર્યો કે તેણે પ્રાણ છોડી દીધા. ત્યારે હુમલાખોરોને પોતાની ભૂલનો અનુભવ થયો. મનીષાના કાકા પિન્ટુ ડરી ગયા કે તેમના પર હત્યાનો આરોપ લાગશે, તેના કારણે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી. પછી પોલીસને જાણ કરી. પોલીસે રવિ અને પિન્ટુને મોદહા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. જ્યાં ડોક્ટરે રવિને મૃત ઘોષિત કર્યો. પિન્ટુને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિના મોતના સમાચાર મળતા મનીષાએ પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી. તે અને તેના કાકા બંનેની હાલત ગંભીર છે. મનીષાને પણ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરી છે. પરિવારનું કહેવું છે કે રવિએ પિન્ટુ પર હુમલો કર્યો હતો. મનીષાની દાદીએ કહ્યું કે તે મૌદહા ગઈ હતી. પરત ફરીને જોયું તો રવિ ઘરે આવ્યો હતો. છોકરીએ અવાજ કર્યો તો પિન્ટુએ તેના પર ચાકૂથી હુમલો કરી દીધો. દાદીએ જણાવ્યું કે, મનીષા પહેલાથી આ યુવક સાથે ભાગી ચૂકી હતી. તે પહેલાથી ગુસ્સામાં હતો.
પિન્ટુની પત્નીએ (મનીષાની કાકી)કહ્યું કે, રવિ દરવાજો ખટખટાવા લાગ્યો. પતિએ દરવાજો ખોલતા જ તેના પર ચાકૂ કાઢીને હુમલો કરી દીધો. આ ઘટનાથી ગામમાં હાહાકાર મચી ગયો છે. હમીરપુરની પોલીસે જણાવ્યું કે, પર્ચ્છ ગામમાં બે જૂથમાં ઝઘડો થયો હતો. તેમાં એક શખ્સનું મોત થઈ ગયું છે, જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઘાયલ છે. છોકરીએ ખુદને ઈજા પહોંચાડી છે. તેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
