<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રિલાયન્‍સ-ગૂગલની ભાગીદારીઃ જિયો યુઝર્સને મળશે ૧૮ મહિના સુધી ફ્રી AI એક્‍સેસ

રિલાયન્‍સ અને ગૂગલ બંને આ ભાગીદારી દ્વારા ભારતની સાંસ્‍કૃતિક અને ભાષાકીય વિવિધતાને અનુરૂપ લોકલાઇઝ્‍ડ એઆઈ અનુભવ (AI એક્‍સપીરિયન્‍સ) તૈયાર કરવાની દિશામાં કામ કરશે

મુંબઈ,તા.૩૧: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડએ તેની સબસિડિયરી રિલાયન્‍સ ઇન્‍ટેલિજન્‍સ લિમિટેડ દ્વારા ગૂગલ સાથે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI)ને ભારતમાં ઝડપથી અપનાવવા માટે એક રણનીતિક ભાગીદારી કરી છે. આ ભાગીદારી રિલાયન્‍સના ‘‘એઆઈ ફોર ઓલ'' વિઝનને આગળ વધારવાની સાથે-સાથે દેશમાં ડિજિટલ અને AI ઇકોસિસ્‍ટમને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે.

આ ભાગીદારી હેઠળ ગૂગલ અને રિલાયન્‍સ ઇન્‍ટેલિજન્‍સ જિયો યુઝર્સને ગૂગલ એઆઈ પ્રોનું ફ્રી એક્‍સેસ આપશે. આ ઓફર ૧૮ મહિના સુધી મફત રહેશે અને તેની કિમત આશરે રૂ.૩૫,૧૦૦ પ્રતિ યુઝર છે. તેના હેઠળ યુઝર્સને જેમિની ૨.૫ પ્રો (Gemini 2.5 Pro) મોડલ, નેનો બનાના અને વીઓ ૩.૧ (Veo 3.1) જેવા એડવાન્‍સ ઇમેજ અને વિડિયો જનરેશન ટૂલ્‍સનું એક્‍સેસ મળશે.

આ ઉપરાંત, પ્‍લાનમાં નોટબુક એલએમ નું એક્‍સપેન્‍ડેડ એક્‍સેસ પણ સામેલ છે, જે વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે ખાસ કરીને ઉપયોગી થશે. સાથે જ, દરેક યુઝરને ૨ ટીબીનું ગૂગલ ક્‍લાઉડ સ્‍ટોરેજ મળશે. આ ઓફર માયજિયો એપ દ્વારા એક્‍ટિવેટ કરી શકાશે. પ્રથમ તબક્કામાં આ સુવિધા ૧૮થી ૨૫ વર્ષના યુવાનોને આપવામાં આવશે, જેઓ અનલિમિટેડ ૫જી પ્‍લાન પર છે, ત્‍યારબાદ તે દેશભરના તમામ જિયો ગ્રાહકો માટે ઉપલબ્‍ધ થશે.

રિલાયન્‍સ અને ગૂગલ બંને આ ભાગીદારી દ્વારા ભારતની સાંસ્‍કૃતિક અને ભાષાકીય વિવિધતાને અનુરૂપ લોકલાઇઝ્‍ડ એઆઈ અનુભવ (AI એક્‍સપીરિયન્‍સ) તૈયાર કરવાની દિશામાં કામ કરશે. તેનો ઉદ્દેશ્‍ય છે કે ભારતના યુવાનોને તેમની માતૃભાષાઓમાં એઆઈ ટૂલ્‍સ સુધી પહોંચ મળે અને તેઓ તેનો ઉપયોગ અભ્‍યાસ, કામ અને ક્રિએટિવ પ્રોજેક્‍ટ્‍સમાં કરી શકે.

કન્‍ઝ્‍યૂમર બેનિફિક્‍ટ્‍સ ઉપરાંત રિલાયન્‍સ ઇન્‍ટેલિજન્‍સ હવે ગૂગલ ક્‍લાઉડ (Google Cloud)ની રણનીતિક પાર્ટનર પણ બની ગઈ છે. તેના હેઠળ ભારતમાં ટેન્‍સર પ્રોસેસિગ યુનિટ્‍સ (TPUs) જેવા એડવાન્‍સ એઆઈ હાર્ડવેર એક્‍સેલરેટર્સને ઍક્‍સેસ આપવાની યોજના છે. આનાથી ભારતીય કંપનીઓને મોટા એઆઈ મોડલ્‍સને તાલીમ આપવામાં અને હાઇ-સ્‍પીડ ડેટા પ્રોસેસિગમાં મદદ મળશે.

રિલાયન્‍સનું આ પગલું તેના તે વિઝનને અનુરૂપ છે જેના હેઠળ તે મલ્‍ટી-ગીગાવોટ, ક્‍લીન એનર્જી-પાવર્ડ કોમ્‍પ્‍યુટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ભારતમાં તૈયાર કરી રહી છે. આ ભાગીદારી દેશની AI કરોડરજ્જુને મજબૂત કરશે અને ભારતને એક વૈશ્વિક એઆઈ હબ તરીકે સ્‍થાપિત કરવાના સરકારી લક્ષ્યને વેગ આપશે.

આ અંગે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ ડી. અંબાણીએ જણાવ્‍યું હતું કે, ‘‘રિલાયન્‍સ ઇન્‍ટેલિજન્‍સનો ઉદ્દેશ ૧.૪૫ અબજ ભારતીયો માટે ઈન્‍ટેલિજન્‍સ સેવાઓને સુલભ બનાવવાનો છે. ગૂગલ જેવા વ્‍યૂહાત્‍મક અને લાંબા ગાળાના ભાગીદારો સાથે અમારા સહયોગ દ્વારા, અમે ભારતને ફક્‍ત AI-એનેબલ્‍ડ જ નહીં પરંતુ AI-એમ્‍પાવર્ડ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ  જેમાં દરેક નાગરિક અને એન્‍ટરપ્રાઇઝ કંઈક સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકસવા માટે ઈન્‍ટેલિજન્‍ટ ટૂલ્‍સનો ઉપયોગ કરી શકે છે.''

ગૂગલ અને આલ્‍ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્‍યું હતું કે, ભારતના ડિજિટલ ભવિષ્‍યને આગળ ધપાવવાના ગૂગલના લક્ષ્યાંકમાં રિલાયન્‍સ ઘણા લાંબા સમયથી ભાગીદાર છે - સાથે મળીને અમે લાખો લોકોની સસ્‍તા ઇન્‍ટરનેટ સુધી પહોંચ વિસ્‍તારી છે અને સ્‍માર્ટફોન ઉપલબ્‍ધ કરાવ્‍યા છે. હવે, અમે આ સહયોગને AI યુગમાં લાવી રહ્યા છીએ. આજની આ જાહેરાતથી ગૂગલના અત્‍યાધુનિક AI ટૂલ્‍સ ગ્રાહકો, ઉદ્યોગો અને ભારતના વાઈબ્રન્‍ટ ડેવલપર સમુદાયના હાથમાં આવશે. આ ભાગીદારી સમગ્ર ભારતમાં AI સુધીની પહોંચને વિસ્‍તૃત કરવામાં ખૂબ મદદ કરશે તે બાબતે હું અત્‍યંત ઉત્‍સાહિત છું.

(9:56 AM IST)