News of Friday, 31st October 2025
નિર્મલા સીતારમણ સ્હેજમાં બચ્યા, પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ
ભુતાન જતા સમયે દુર્ઘટના

નવી દિલ્હી,તા.૩૧: ભારતની કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ ભુટાનની મુલાકાતે જઈ રહ્યાં હતાં ત્યારે માર્ગમાં ભારે વરસાદ અને આકાશમાં વાયુદબાણની પરિસ્થિતિ સર્જાતા વિમાનને બાગડોગરા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. માહિતી મુજબ, ગુરુવારે બપોરે ભુટાન તરફ રવાના થયેલા વિમાનને હવામાન અનુકૂળ ન હોવાથી પરત વાળવું પડ્યું હતું. નાણામંત્રી સહિત તમામ મુસાફરો સલામત છે અને હાલ તેઓ સિલીગુડીમાં રાત્રિ વિશ્રામ કરશે. હવામાન સામાન્ય રહેશે તો તેઓ શુક્રવાર સવારે ફરીથી ભૂટાન જવાની તૈયારી કરશે.
નિર્મલા સીતારામણ ૩૦ ઓક્ટોબરથી ૨ નવેમ્બર ૨૦૨૫ સુધી ભુટાનની સત્તાવાર મુલાકાતે છે. તેઓ ભારતના નાણાં મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પ્રવાસની શરૂઆત ભુટાનમાં આવેલ ઐતિહાસિક સાંગચેન ચોખોર મઠના પ્રવાસથી થવાની હતી, જ્યાં ૧૦૦થી વધારે સન્યાસીઓ અભ્યાસ કરતા હોય છે. મુલાકાત દરમિયાન સીતારામણની ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગુચુક અને ભુટાનના વડા પ્રધાન દાષો શેરિગ તોબગે સાથે મુલાકાત નક્કી હતી. સાથે જ ભુટાનના નાણામંત્રી લે?? દોર્જી સાથે ભારત-ભુટાન વચ્ચેના આર્થિક અને નાણાકીય સહકારને મજબૂત કરવા મુદ્દે ચર્ચા યોજાવાની હતી.
ભારત સરકારના સહયોગથી ચાલી રહેલી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાઈટ્સની મુલાકાત તથા CSI માર્કેટમાં UPI પેમેન્ટ સિસ્ટમના કાર્યપ્રવાહનું મૂલ્યાંકન કરવાનો પણ તેમનો આયોજન હતો. પરંતુ ઇમરજન્સી લેન્ડિંગને કારણે હવે નવું શેડ્યૂલ તૈયાર કરવું પડશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
