<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

૭ મહિનાની પ્રેગ્નન્‍ટ પોલીસ-કોન્‍સ્‍ટેબલ ૧૪૫ કિલો વજન ઉઠાવીને જીત્‍યો મેડલ

નવી દિલ્‍હી,તા.૩૧: દિલ્‍હી પોલીસની કોન્‍સ્‍ટેબલ સોનિકા યાદવે આંધ્ર પ્રદેશમાં યોજાયેલા ઑલ ઇન્‍ડિયા પોલીસ વેઇટલિફિટંગ ચેમ્‍પિયનશિપમાં ભાગ લીધો હતો અને ૧૪૫ કિલોનું વજન ઉઠાવીને સૌને ચોંકાવી દીધા હતા. ચોંકવાનું કારણ એ હતું કે સોનિકાએ આ કામ ૭ મહિનાની પ્રેગ્નન્‍સી દરમ્‍યાન કર્યું હતું.

સોનિકા યાદવને જ્‍યારે મે મહિનામાં ખબર પડી કે તે પ્રેગ્નન્‍ટ છે ત્‍યારે સૌને લાગેલું કે તે જિમમાં જવાનું અને વર્કઆઉટ કરવાનું બંધ કરી દેશે, પણ સોનિકાએ એવું ન કર્યું. તેણે નિષ્‍ણાતની નિગરાનીમાં પોતાની પહેલાં જેવી જ એક્‍સરસાઇઝ ચાલુ રાખી. સાતમા મહિને તેણે પોલીસો માટેની વેઇટલિફિટંગ ચેમ્‍પિયનશિપમાં ભાગ લઈને ૧૪૫ કિલો વજન ડેડલિફટ કર્યું હતું. તેણે ૧૨૫ કિલો સ્‍ક્‍વોટ્‍સ, ૮૦ કિલો બેન્‍ચ પ્રેસ અને ૧૪૫ કિલો ડેડલિફટ કરીને બોન્‍ઝ મેડલ જીત્‍યો હતો.  વિદેશની લ્‍યુસી માર્ટિન સોનિકાની રોલમોડલ હતી. લ્‍યુસીને ઇન્‍સ્‍ટાગ્રામ પર કોન્‍ટેક્‍ટ કરીને તેણે પ્રેગ્નન્‍સી દરમ્‍યાન ટ્રેઇનિગમાં શું ધ્‍યાન રાખવું એની ટિપ્‍સ પણ લીધી હતી.

(1:38 PM IST)