News of Friday, 31st October 2025
દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પુષ્પાંજલિ અર્પણ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પટેલ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાનું નમન કર્યું અને હાજર સૌને રાષ્ટ્રીય એકતાનો શપથ લેવડાવ્યો

નવી દિલ્હી : દિલ્લીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી . રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પટેલ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાનું નમન કર્યું અને હાજર સૌને રાષ્ટ્રીય એકતાનો શપથ લેવડાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે અખંડ ભારતની રચનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.અમિતભાઈ શાહે વધુમાં ઉમેર્યું કે કલમ 370 દૂર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા દેશભરમાં એકતા, અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસર્યો છે .
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
