News of Friday, 31st October 2025
ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં આયોજીત શ્રી રામકથાનો વિરામ
પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા : ભજન, ભોજન, ભકિતનો ત્રિવેણી સંગમ રચાયો

રાજકોટ, તા. ૩૧ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા અનુસાર તેમના કૃપાપાત્ર શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં કથાકાર પૂ. રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને આયોજીત શ્રી રામકથાનો આજે બપોરે ૧ વાગ્યે વિરામ થયો છે.
પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ ની આગેવાનીમાં શ્રી રામકથાના આઠમાં દિવસે પૂ. રામેશ્વર બાપુ દ્વારા ભગવાન શ્રી રામ અને મહાકાળી માતાના તથા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી દયાનંદગીરીબાપુ દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ ની ઉપસ્થિત મા કથાની શરૂઆત કરી હતી.
પ્રથમ ચરણમાં ચિત્રકૂટમાં શ્રી હનુમાન મિલાપ વિષે કથા રસપાન કરી આ કથામા સંતો મહંતો તથા શ્રી મોહનભાઈ કુંડારીયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ સભ્ય રાજકોટ) શ્રી હંસાબેન પારધી (પ્રમુખ મોરબી જીલ્લા પંચાયત) અને જુદાજુદા ક્ષેત્ર ના મહાનુભવો તથા ચરાડવા, ગોકુળીયા તેમજ આજુબાજુ ના બધા ગામો અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ના જુદાજુદા વિસ્તારના હજારોની સંખ્યા મા ભાવી ભકતો એ કથા શ્રવણ કરી હતી.
બીજા ચરણમાં વાલી વધ વિષે કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રી એલ. જે. તાવીયાડ (રીટાયર્ડ મામલતદાર) તથા મહાનુભાવો કથા મા ઉપસ્થિત રહ્યા હતા તથા દાતાઓ નુ સન્માન કરવામાં આવ્યું
કથા સમીતી ના તમામ સ્વયં સેવકોએ ખંભે થી ખંભો મીલાવી ખડેપગે રહી સેવા આપી હતી.
રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કલાકારો ભક્તિબા જેઠવા (ગરબા સ્પેશિયલ) તથા નીતાબેન કાપડી (મોટા દહીસરા) તથા શ્રી ગીગાભાઈ આહીર અને સાગરભાઈ રાવલ દ્વારા ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ થયો બહોળી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહી બહેનો અને ભાઇઓ એ ઉમંગથી ઉમળકાભેર રાસ ગરબા રમ્યા હતા.
મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્ધ શ્રી રામ મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.
જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરાવ્યું હતું. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવી હતી.
ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કર્યુ હતું. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
