News of Friday, 31st October 2025
બુલીયન માર્કેટમાં પુનઃ તેજી : સોનામાં ૨૦૦૦ અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,ર૫,૦૦૦ અને ચાંદીના ભાવ ૧,પ૩,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩૧: બુલીયન માર્કેટમાં મંદી બાદ ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૨૦૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૨૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૩,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,ર૫,૫૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૨૦,૦૦૦ રૂા. વધી ગયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧ર,૫૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૩૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,પ૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,પ૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. દિવાળી પુર્વે સોના-ચાંદીના ભાવો ટોચની સપાટીએ પહોંચ્યા હતા. જો કે દિવાળી બાદ આ બંને કિંમતી ધાતુઓમાં જબ્બર કડાકો થયો હતો. આજે ફરી બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. બેતરફી વધઘટના પગલે ઇન્વેસ્ટરો મુંઝવણમાં મુકાયા છે. (૪.૧૮)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
