<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

એલઆઇસી એમએફએ ભારતમાં કન્‍ઝપ્‍શન ફંડ લોન્‍ચ કર્યુ : એનએફઓ ૧૪ મીએ બંધ

રાજકોટ તા. ૩૧ : અગ્રણી ફંડ હાઉસ પૈકીના એલઆઇસી મ્‍યુચ્‍યુઅલ ફંડે તેના થીમેટીક ફંડ એલઆઇસી એમએફ કન્‍ઝમ્‍પશન ફંડના લોંચની જાહેરાત કરી છે. આ કન્‍ઝપ્‍શન થી આધારિત એક ઓપન એન્‍ડેડ ઇકવિટી સ્‍કીમ છે. આ ન્‍યુ ઓફર (એનએફઓ) ૩૧ ઓકટોબરે ખુલીને ૧૪ નવેમ્‍બરે બંધ થશે.

આ સ્‍કીમ ૨૫ નવેમ્‍બરથી સતત વેચાણ અને પુનઃ ખરીદી માટે ફરી ખુલશે. આ સ્‍કીમનું સંચાલન સુમિત ભટનાગર અને કરણ દોશી દ્વારા કરવામાં આવશે. નિફટી ઇન્‍ડિયા કન્‍ઝપ્‍પશન ટોટલ રીટર્ન ઇન્‍ડેકસ (ટીઆરઆઇ) સામે બેન્‍ચ માર્ક કરવામાં આવશે.

એલઆઇસી મ્‍યુચ્‍યુઅલ ફંડના ચીફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફીસર (ઇકવીટી) યોગેશ પાટીલે કહ્યુ હતુ કે ભારતની વ્‍યુહાત્‍મક વૈશ્વિક સ્‍થિતિ, મજબુત ફન્‍ડામેન્‍ટલ, સતત માળખાકીય સુવિધાઓ અને મજબૂત જીડીપી વૃધ્‍ધિને કારણે ભારતનો વપરાશમાં વધારો એક દાયકા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહેવાની શકયતા છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્‍ય અર્થવ્‍યવસ્‍થાઓ પૈકીની એક છે.

એનએફઓ દરમિયાન લઘુતમ અરજી રૂ.પ૦૦૦ રહેશે અને ત્‍યાર બાદ રૂ.૧ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે.

(2:24 PM IST)