News of Friday, 31st October 2025
સોશિયલ મીડિયા પર સલાહ આપતા પહેલા ડિગ્રી બતાવવી પડશે : ચીનનો અભૂતપૂર્વ નિર્ણય
ઓનલાઇન કન્ટેન્ટની પારદર્શીતા વધશે : ક્રિએટર્સ માહિતી- રિસર્ચના પુરાવા પણ આપવા પડશે

નવી દિલ્હી, તા. ૩૧ : ચીનમાં સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર જ્ઞાન પીરસતાં ઇન્ફ્લુએન્સર્સ પર લગામ કસવામાં આવી છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારે ૨૫ ઑક્ટોબર ના રોજ અસરકારક નિયમો હેઠળ સોશિયલ મીડિયા પર ડૉક્ટર, વકીલ, મેડિસિન, ફાયનાન્સિયલ એડવાઇઝર અને શિક્ષક બની સલાહ આપતાં ઇન્ફ્લુએન્સર્સને જે-તે ક્ષેત્રે પોતાની સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવું ફરજિયાત છે.
સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ વિવિધ વિષયો પર પોતાને નિષ્ણાત ગણાવી સલાહ આપી રહ્યું હોવાથી ચીનની સરકારે આ પગલું લીધું છે.
નિષ્ણાતોના મતે સરકારનું આ પગલું ચીનમાં ઓનલાઇન કન્ટેન્ટની પારદર્શિતામાં વધારો કરશે. આડેધડ બનતાં ઓનલાઇન કન્ટેન્ટ પર પણ લગામ લાગશે. ચીનમાં ષ્ફૂઘ્ત્રર્્ીદ્દ સૌથી લોકપ્રિય સોશિયલ મેસેજિંગ સાઇટ છે. જેના માસિક ૧.૩ અબજ યુઝર્સ છે. આ એપમાં મેસેજિંગ, પેમેન્ટ, મિની એપ્સ, સોશિયલ નેટર્વકિંગ થઈ શકે છે. તદુપરાંત ચીનમાં ટિકટોકનું ચાઈનીઝ વર્ઝન Douyin પણ લોકપ્રિય છે. આ શોર્ટ વીડિયો એપના ૭૦ કરોડ યુઝર્સ છે.
આ સિવાય ચીનમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વડીયો પણ છે. જેના ૬૦ કરોડથી વધુ યુઝર્સ છે. સોશિયલ મીડિયા એપ Little Red Book પર ૩૦ કરોડથી વધુ યુઝર્સ છે. આ તમામ એપ્સ પર હવે ખોટી અને ભ્રામક સલાહો આપતાં ઇન્ફ્લુએન્સર્સ પર લગામ મૂકાશે.
ચાઈનીઝ એપ્સની જવાબદારી રહેશે કે, તે ક્રિએટર્સની શાખની ખાતરી કરે તેમજ સુનિ?તિ કરે કે, તેમની પોસ્ટમાં યોગ્ય અને સાચી માહિતી આપવામાં આવે. સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઑફ ચાઇના એ ચીનની પ્રમુખ સરકારી એજન્સી છે. તે ચીનની નેશનલ ઇન્ટરનેટ રેગ્યુલેટર અને સેન્સર ગણાય છે. જે ઈઇરનેટ ગતિવિધિઓ પર અંકુશ રાખે છે. CACનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા અને સીસીપી પોલિસીને ઇન્ટરનેટ પર લાગુ કરવાનો છે. તે આ મામલે લેવામાં આવેલા નિર્ણયનું અનુપાલન કરાવશે.
ક્રિએટર્સે હવે નવા નિયમ મુજબ સ્પષ્ટપણે પોતાના દ્વારા આપવામાં આવતી માહિતી-રિસર્ચના પુરાવા રજૂ કરવા પડશે. વધુમાં વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલા એઆઇ-જનરેટેડ કન્ટેન્ટની માહિતી પણ આપવી પડશે. સીએસીએ એજ્યુકેશનલ કન્ટેટના નામ પર બનાવવામાં આવતાં મેડિકલ પ્રોડક્ટ્સ, ફૂડ સપ્લિમેન્ટ, હેલ્ધી ફૂડ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
