<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

એકતા નગરની પરેડમાં નારીશક્‍તિનો પરચો

મહિલાઓએ વિવિધ દળોની કમાન્‍ડ સંભાળી

નર્મદા, તા.૩૧: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્‍મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્‍યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નારી સશક્‍તિકરણને પ્રાધાન્‍ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્‍ડ સંભાળી સબળ નેતળત્‍વનો પરચો બતાવ્‍યો છે.

આ પરેડમાં વિવિધ દળો અને બેન્ડોઍ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ  અને ગ્લ્જ્ બેન્ડ, આઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ), સીઆઈઍસઍફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને ઘ્ત્લ્જ્ બેન્ડ, આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, ત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓ, સીઆરપીઍફ બેન્ડ, ઍસઍસબી બેન્ડ, દિલ્લી પોલીસ બેન્ડ, ઍનસીસી ફૂટ કન્ટીજન્ટ, માઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ), કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડ, તથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોઍ રાષ્ટ્રીય ઍકતા, શાંતિ, શિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ તમામ દળોને સલામી આપી હતી.

(3:45 PM IST)