News of Friday, 31st October 2025
રોજ દિવાળીની જેમ જીવો, અંધારામાં ઉજાશ પ્રગટાવો : પૂ.મોરારીબાપુ
‘માનસ રામયાત્રા'માં તલ્લીન થતા ભાવિકો : હજુ પણ આવી ટ્રેનયાત્રા કરવાની ઇચ્છા વ્યકત કરતા પૂ.મોરારીબાપુ

રાજકોટ, તા.૩૧: ‘દરરોજ દિવાળીની જેમ જીવો, અંધારામાં ઉજાશ પ્રગટાવો' તેમ પૂ.મોરારીબાપુએ ‘માનસ રામયાત્રા' મા આજે સાતમા દિવસે જણાવ્યુ હતુ. પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે કોઇ સાથે વિગ્રહ ન રાખો, સૌ સાથે જોડાવ અને એક થાવ.
આ કથાયાત્રા-ટ્રેનયાત્રા જે રીતે ચાલે છે, આની પહેલા પણ એક યાત્રા ટ્રેન દ્વારા (માનસ-૯૦૦ દ્વાદશ જ્યોર્તિલિંગ)થયેલી. બાપુએ કહ્યું કે મનોરથ એવો જાગે છે કે આખા ભારતને જોડવા માટે ક્રોસ એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમની યાત્રાનો બે દિવસ પહેલા વિચાર આવેલો.
કન્યાકુમારીથી શરૂ કરીને શંકરાચાર્યના સ્થળો વાયા કાલડી, કાશ્મીરથી કેદારનાથ સુધીની એક યાત્રા અને બીજી એક યાત્રા એ જ પ્રકારે પૂર્વમાં જગન્નાથપુરી થી શરૂ કરીને પશ્ચિમમાં દ્વારિકા સુધી જેમાં ચારેય પીઠનો સમાવેશ થઈ જાય.
મારે આખા દેશને જોડવો છે.સાથે-સાથે આ ચિત્ર બનાવીએ ત્યારે સાથિયો-સ્વસ્તિક બને એ રીતે કોઈ ધાર્મિક સ્થળ પણ લેવાઈ જાય તો આખા દેશને સ્વસ્તિક્મય બનાવવો છે. કયારે થશે કઈ રીતે થશે એ વિચારાઇ રહ્યું છે ત્રણ મનોરથ મનમાં ચાલી રહ્યો છે.
પૂ.મોરારીબાપુએ દિવાળી વધુમાં કહયુ કે ચાર વસ્તુ કરવાની. સમાજમાં બધાની સાથે સયાસ એ પ્રથમ તબક્કો છે. મારી પુરી જીવનયાત્રા, કદાચ જન્મોની ચેષ્ટા બધાને જોડવાની રહી છે. સાવિત્રી માતા દત્ત પ્રકળતિને લીધે તમોગુણી, સત્વગુણી અને રજોગુણિઓ સાથે પણ હું એડજસ્ટ કરૂં છું. હું કોઈ ગુણાતિત નથી, ગુણાતિત તો મારો રામ છે જે બધાની સાથે એડજસ્ટ થઈ જાય છે પણ સાધુ સ્વભાવને બરકરાર રાખીને હું આ કરી શકું છું.હું બધાના સ્વભાવની દરકાર કરું છું કદાચ કોઈ પીડા નથી અને પીડા હોય તો પીડાથી જ પ્રસવ થતો હોય છે. પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે અને અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ હોય ત્યારે ચૈતસિક સંવાદ થઈ જતો હોય છે. મારો માર્ગ બુધ્ધની જેમ ધ્યાનનો નથી અને બુદ્ધ વૈદિક અને આત્મ પરમાત્માને પણ નકારે છે પણ સાધુ સ્વભાવને કારણે બુદ્ધની વાતો,મહાવીર સ્વામીની વાતો પણ હું સ્વીકારૂ છું.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
