News of Friday, 31st October 2025
નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી : એક મહિલાનું મોત :55 લોકોને ઈજા
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં બૈગુર ગામ પાસે દુર્ઘટના :બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ લપસીને ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના બની છે. અહીં નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બૈગુર ગામ પાસે સવારે આશરે આઠ વાગ્યે બની હતી.
પોલીસ અધિક્ષક જગદીશ ડાવરે જણાવ્યું કે, બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ લપસીને ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. ઘટનાસ્થળ પાસે જ એક ઊંડી ખીણ હતી, જો બસ તેમાં પડી ગઈ હોત, તો અકસ્માત વધુ ભયાનક બન્યો હતો. બસમાં સવાર તમામ 56 યાત્રીઓ ઇન્દોર અને ધાર જિલ્લાના રહેવાસી હતા
બસ પલટી ખાતા જ આસપાસના ગ્રામજનો તુરંત દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. થોડી જ વારમાં SDERF અને પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લગભગ બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા અનેક યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
