<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ટ્રેનમાં પર્સ ચોરાઈ ગયું તો મહિલાએ એસી કોચની બારીનો કાચ તોડી નાખ્‍યો

રેલવેની સંપત્તિને જે નુકસાન થયું એની ભરપાઈ શું આ મહિલા કરી આપશે ખરી?

 

 

નવી દિલ્‍હી તા.૧: દિલ્‍હીથી ઇન્‍દોર જઈ રહેલી એક ટ્રેનમાં એક મહિલા મુસાફરનું પર્સ ચોરાઈ ગયું તો તે ગુસ્‍સામાં આવીને AC કોચની બારીનો કાચ તોડવા લાગી હતી. એવો દાવો થઈ રહ્યો છે કે ટ્રેન જ્‍યારે દિલ્‍હીથી ઇન્‍દોર જઈ રહી હતી ત્‍યારે મહિલાનું પર્સ ચોરાઈ ગયું હતું. તેણે રેલવે પ્રોટેક્‍શન ફોર્સ (RPF)નો સંપર્ક કરીને પોતાનો સામાન શોધવામાં મદદ માગી, પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહોતી. આ વાતથી નારાજ થઈને તેણે ગુસ્‍સામાં કાચ તોડવાનું શરૂ કરી દીધું. તે જ્‍યારે કાચ તોડી રહી હતી ત્‍યારે એ જ બર્થ પર એક નાનું બાળક પણ હતું. તેના ગુસ્‍સાને શાંત કરવા માટે અન્‍ય પેસેન્‍જરો સાંત્‍વન આપી રહ્યા હતા, પરંતુ તેણે કોઈનું સાંભળ્‍યું નહીં. આ ઘટનાની ક્‍લિપ વાઇરલ થતાં કેટલાકે કહ્યું હતું કે રેલવેની સંપત્તિને જે નુકસાન થયું એની ભરપાઈ શું આ મહિલા કરી આપશે ખરી?(૩૮.૩)

(10:00 AM IST)