હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓક્ટોબરમાં ૧૪ આઇપીઓએ ભેગા કરી લીધા રેકોર્ડબ્રેક ૪૬,૦૦૦ કરોડ રૂપિયા
૨૭,૦૦૦ કરોડ રૂપિયા તો તાતા કેપિટલ અન એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા જ લઈ ગઈ, તાતા કેપિટલ દ્વારા ૧૫,૫૧૨ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ ૧૧,૬૦૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા

મુંબઇ તા.૧: ઓક્ટોબર મહિનો ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો હતો. આ મહિનામાં કંપનીઓએ IPOની લાઇન લગાવી દીધી હતી. ઑક્ટોબરમાં ૧૪ કંપનીઓ IPO દ્વારા શેરબજારમાં પ્રવેશી હતી અને ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ભેગી કરી હતી. ભારતમાં અત્યાર સુધીના IPO ઇતિહાસમાં એક મહિનામાં ભેગી થયેલી આ સૌથી મોટી કુલ રકમ હતી. તાતા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા આ દમદાર લિસ્ટિંગમાં સૌથી અગ્રેસર રહી હતી. આ બે કંપનીઓએ જ કુલ રકમમાં અડધાથી વધુ હિસ્સો મેળવ્યો હતો. આ ઉપરાંત વીવર્ક ઇન્ડિયા, કેનેરા ણ્લ્ગ્ઘ્ લાઇફ ઇન્શ્યોરન્સ અને રુબિકોન રિસર્ચ જેવી કંપનીઓના IPO ઓક્ટોબરમાં આવ્યા હતા.
તાતા કેપિટલ દ્વારા ૧૫,૫૧૨ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા અને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ ૧૧,૬૦૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં છ IPOએ ૩૮,૬૯૦ કરોડ રૂપિયા ભેગા કરીને રેકોર્ડ બનાવ્યો હતો, જે આ વર્ષે તૂટી ગયો અને હવે નવો રેકોર્ડ બની ગયો છે.
૨૦૨૫માં અત્યાર સુધીમાં ૮૯ IPO આવ્યા છે, જેમણે કુલ મળીને ૧.૩૮ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ભેગી કરી છે. હજી નવેમ્બર અને ડિસેમ્બરમાં વધુ IPO આવવાની તૈયારીમાં છે. એ બધાનાં લિસ્ટિંગ પણ સારાં રહે તો ૨૦૨૪માં થયેલા કુલ ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની રકમનો રેકોર્ડ પણ આ વર્ષે તૂટી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
