<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

મોદીની ૨૪ કલાકમાં ૨૪ પોસ્‍ટને ૮૧.૭૦ લાખ ફોલોઅર્સનો રિસ્‍પોન્‍સ

વડાપ્રધાનનો કેવડિયા પ્રવાસ સોશિયલ મીડિયામાં છવાયો : મોદીના સરદાર પટેલના પરિવાર સાથેના ફોટાને ૨૬ લાખ, ચાંદીના સિક્કા-સ્‍ટેમ્‍પના ફોટાને ૨૨ લાખ, એકતા પરેડની પોસ્‍ટને ૧૪ લાખ અને SOU ખાતે સરદાર પટેલની વિરાટ પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપતા ફોટાની પોસ્‍ટને સૌથી વધુ ૧૧ લાખ વ્‍યૂઝ મળ્‍યાં

નવી દિલ્‍હી તા.૧: ભારત રત્‍ન સરદાર વલ્‍લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતી નિમિતે ગઈકાલ સાંજે કેવડિયાના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સોશિયલ મીડિયાના ત્રણ પ્‍લેટફોર્મ પર ૨૪ કલાકમાં ૨૪ પોસ્‍ટ મૂકાઈ હતી. શુક્રવાર સાંજ સુધીમાં PM મોદીની વિવિધ પોસ્‍ટ પર ૮૧ લાખથી (8.1 M) વધુ ફોલોઅર્સ રિસ્‍પોન્‍સ આપ્‍યાં હતાં. SOU ખાતે એકતા પરેડ સહિત વિવિધ કાર્યક્રમની દેશ-દુનિયાના લોકોએ નોંધ લીધી હતી.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગઈકાલે સાંજે કેવડિયામાં આગમન બાદ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો. હતો. મોદીના ફેસબુક, X અને ઈન્‍સ્‍ટાગ્રામ પર કેવડિયાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ વિગતો અને ફોટા સાથે ૨૪ પોસ્‍ટ કરાઈ હતી. જેમાં લોકાર્પણ, ખાત મુહર્ત અને એકતા પરેડના સહિતના કાર્યક્રમનો સમાવેશ થયો હતો. મોદીના કેવિડયા પ્રવાસના ૨૪ કલાક દરમિયાન ઉપરોક્‍ત ગણેય સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ૨૪ પોસ્‍ટ કરાઈ હતી. મોદીની ૨૪ પોસ્‍ટ પર તેમના ૮૧.૭૦ લાખ ફોલોઅર્સે રિસ્‍પોન્‍સ આપ્‍યાં હતાં.

બંગાળની મહિલાએ FB પર કરેલી પોસ્‍ટ

પ્રિય કોંગ્રેસ, શું તમે ક્‍યારેય ભારતના પ્રખ્‍યાત લોખંડી પુરુષ સરદાર વલ્‍લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું વિચાર્યું છે? તેઓ માત્ર એકીકરણ કરનાર જ નહીં, પણ એક કુશળ રાજદ્વારી પણ હતા. જ્‍યારે ગાંધી, જવાહરલાલ નેહરુ અને ઇન્‍દિરા ગાંધી જેવા નેતાઓની જંયતીની ઉજવણી કરવામાં આવે છે, ત્‍યારે પટેલ પણ રાષ્ટ્રીય માન્‍યતાને પાત્ર છે. તેમના માનમાં જાહેર રજા એ ભારતને એક કરવામાં તેમની મહત્‍વપૂર્ણ ભૂમિકાની યોગ્‍ય સ્‍વીકૃતિ હશે. તેમનો વારસો આજે દેશની અખંડિતતાને સુનિヘતિ કરે છે. તેમના યોગદાનનું સન્‍માન કરવાનો સમય આવી ગયો છે. સરદારવલ્‍લભભાઈપટેલ ધ આયર્નમેન યુનાઇટેડ ઇન્‍ડિયા

મોદીના બીજા કેટલાંક ફોલોઅર્સની પોસ્‍ટ

જ્જ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીએ સરદાર પટેલને સમર્પિત એક ભવ્‍ય સ્‍મારક છે. જે ભારતની એકતા માટેના તેમના વિઝનનું શક્‍તિશાળી પ્રતિક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે, તે રાષ્ટ્રીય ગૌરવનાસ્ત્રેત તરીકે પણ કામ કરે છે, અને સરદાર પટેલના સપનાઓને સાકાર કરવાના આપણા સામુહિક સંકલ્‍પ માટે પ્રેરણાનોસ્ત્રેત પણ છે. જ્જ એકતા એ જ્ઞાન છે અને વિવિધતા એ અજ્ઞાન છે. અત્‍યારે જ એકમાત્ર વાસ્‍તવિકતા છે. બાકી બધું કાં તો સ્‍મૃતિ છે અથવા કલ્‍પના જ્જ સરદાર પટેલને શત્‌ શત્‌ વંદન.. તેમના દાયકાઓ પછી આપણે રાષ્ટ્રવાદ... નેતૃત્‍વ.. સમર્પણ... આપણા નમો સાહેબ દ્વારા જોઈ શકીએ છીએ.. આપણે ભાગ્‍યશાળી છીએ કે આપણે નમો સાહેબ યુગમાં છીએ. જ્જ આવી રીતે આપણા ભારતની કીર્તિ હંમેશા ઉપર રહે એકતા પ્રતિમા... સરદાર પટેલ. નર્મદા પર બનેલી મોટી પ્રતિમા એકતા નગરમાં તેની મુલાકાત અવશ્‍ય લેવી જોઈએ. મેં ફળ્‍. શ્‍લ્‍ખ્‍માં સ્‍વતંત્રતા પ્રતિમા જોઈ છે..પણ એકતા પ્રતિમા..વધુ ઊંચી અને સારી કારીગરી છે. દરેક ભારતીયે આની મુલાકાત એકવાર લેવી જોઈએ.

(11:21 AM IST)