News of Saturday, 1st November 2025
છત્તીસગઢ રાજ્યનો આજે ૨૫મો જન્મદિવસઃ અનેક આંદોલન પછી મધ્યપ્રદેશથી અલગ થઈ ભારતનું ૨૬મી રાજ્ય બન્યું હતું
ભારતના હૃદયની ઉપમા આપી છે છત્તીસગઢને, ધાન કા કટોરા હૈ છત્તીસગઢ, નરેન્દ્રભાઇ મોદીની આજે વિશેષ ઉપસ્થિતિ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૧ નવેમ્બર ૨૦૨૫ના છત્તિસગઢ રાજ્યનો જન્મ દિવસ છે આજે આ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એને ૨૫ વર્ષે પૂર્ણ થયા, આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અહીં ખાસ હાજર રહી, કાર્યક્રમો માં હાજરી આપી કરોડો રૂપિયા ના પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે.
આજના દિવસે જો આ રાજ્યના અસ્તિત્વ અંગે થોડું જોઈએ તો ૧૯૫૬ માં મધ્યપ્રદેશ રચાયા બાદ છત્તીસગઢ તેમના વિસ્તારનો ભાગ હતો, પરંતુ વર્ષ ૧૯૯૦ ના વર્ષની આસપાસ છત્તીસગઢ ક્ષેત્ર ના લોકોને લાગતું હતું કે મધ્યપ્રદેશ સરકાર વિકાસમાં આ વિસ્તાર માટે સમાન ધ્યાન આપતી નથી જેને પગલે આ થતા અન્યાયને રોકવા બિલાસપુર, દુર્ગ , રાયપુર બસત જેવા વિસ્તારોમાં થી અલગ રાજ્ય ની માંગ ઉઠી ખાસ કરીને છત્તીસગઢ રાજ્ય સંગઠન, અખિલ છત્તીસગઢ મંચ, અને છત્તીસગઢ સેના જેવા સંગઠનો દ્વારા અનેક આંદોલનો થયા આખરે સરકારે વહીવટી સુવિધા, ભાષા, અને સાંસ્કૃતિક સ્વતંત્રતા માટે મધ્યપ્રદેશ રજીસ્ટ્રેશન એક્ટ ૨૦૦૦ પસાર કર્યો.
ત્યારબાદ ૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ છતીસગઢ ભારત નુ ૨૬મી રાજ્ય બન્યું , સ્થાપના સમયે જીલ્લાઓની સંખ્યા ૧૬ હતી જે આજે વધીને ૩૩ ઉપર પહોંચી છે આ રાજ્યની રાજધાની રાયપુર છે, અહીં હિન્દી ઉપરાંત છત્તીસગઢ, અને ભોજપુરી જેવી ભાષા ઓ બોલાય છે.
છત્તીસગઢ મધ્ય ભારતમાં આવેલ છે એટલે તેમને ભારતનુ હૃદય કહેવામાં આવે છે, અહીં મોટાભાગનો વિસ્તાર જંગલ અને ટેકરીવાળો છે, ખનીજથી ભરપૂર આ સમુદ્ધ રાજ્ય છે.
રાજકોટ દ્રષ્ટિ એ જોઈએ તો ૧૧ લોકસભા બેઠકો,૫ રાજસભા બેઠકો અને ૯૦ વિધાનસભા બેઠકો ધરાવે છે. આ રાજ્ય, અજીત જોગી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા.૨૦૦૦ થી ૨૦૦૩ કોંગ્રેસની સરકાર બની.
ત્યાર બાદ વર્ષ બીજેપીએ બાજી મારી અહીં પહેલી વખત બહુમતી મેળવી સરકાર બનાવી ૨૦૦૩ થી ૨૦૦૮ દરમ્યાન મુખ્યમંત્રી બન્યા ડો. રમણસિહ, સારી કાર્યશૈલી અને નક્સલવાદ વિરુદ્ધની કાર્યવાહીને પગલે પ્રજાજનોએ ફરી ચાન્સ આપ્યો ૨૦૦૮ થી ૨૦૧૩ સતત બીજીવાર બીજેપીની સરકાર ડો રમણસિહ મુખ્યમંત્રી, ત્રીજી વખત પણ બીજેપીની સરકાર બની ડો રમણસિહ ૨૦૧૩ થી ૨૦૧૮ ફરી મુખ્યમંત્રી બન્યા.
પરંતુ ૨૦૧૮ના વર્ષમાં ચૂંટણીમાં આવ્યો બદલાવ અનેક મફત યોજના ઓ ની જાહેરાત ને પગલે જાણે પ્રજાજનોએ બીજેપીને છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો ૨૦૧૮થી ૨૦૨૩ મુખ્યમંત્રી બન્યા ભૂપેશ બધલ જોકે ભાજપે હારના માની કામ કરતા રહ્યા અને વર્ષ ૨૦૨૩ની ચૂંટણીમાં ફરી પ્રજાજનોનો વિશ્વાસ જીતી ફરી સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા વિષ્ણુ દેવ સાય.... મજબૂત આદિવાસી નેતા વિષ્ણુ દેવ સાય સુપેરે કામગીરી કરી રહ્યા છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
