<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

બાદશાહ ઓફ બોલિવૂડ શાહરૂખનો આવતીકાલે જન્‍મદિવસઃ કિંગખાનનો ૬૧માં વર્ષમાં પ્રવેશ

ટીવી સિરિયલ ‘‘ફૌજી'' થી દર્શકોમાં ઓળખ મળીઃ ૧૯૯૨માં ફિલ્‍મ ‘‘દિવાના'' થી બોલીવુડમાં એન્‍ટ્રી, પદ્મશ્રી સહિત અનેક એવોર્ડ મળી ચૂક્‍યા છે : સફળ ફિલ્‍મોની ભરમાર, એક્‍ટર કરતા બિઝનેસમેન વધુ, કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક પણ છે, ૧૦૦ થી વધુ બ્રાન્‍ડ્‍સના મોડલ, અભિનેત્રી કાજોલ સાથે ૭ ફિલ્‍મમાં કામ કરી આ જોડી એ દર્શકોમાં ધૂમ મચાવી હતી, ‘‘બડે બડે દેશો મેં એંસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ'' ‘‘કોઈ ધંધા છોટા નહી હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા'' શાહરૂખ અલીબાગના આલિશાન ફાર્મ હાઉસમાં ઉજવશે જન્‍મદિવસ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ પ્રસિદ્ધ ફિલ્‍મ અભિનેતા, મોડલ , પ્રોડ્‍યુસર, આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમના ભાગીદાર અને બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો આવતીકાલે એટલે કે ૨ નવેમ્‍બરના રોજ જન્‍મ દિવસ છે, ચાહકો માં અત્‍યાર થી તેમના જન્‍મ દિવસને ઊજવવા અધીરા બન્‍યા છે, મળતી માહિતી અનુસાર શાહરૂખ આ વખતે જન્‍મ દિવસ પોતાના બંગલા મન્નત ઉપર નહી પરંતુ અલીબાગના આલિશાન ફાર્મ હાઉસમાં ઉજવશે.

આવતીકાલના એમના આ જન્‍મ દિવસ વેળા એ કલાકાર કમ બિઝનેસમેન શાહરૂખ ખાનની કારકિર્દીની એક ઝલક જોઈએ તો, ૨ નવેમ્‍બર ૧૯૬૫ ના રોજ નવી દિલ્‍હી ખાતે જન્‍મ પઠાણ પરીવાર માં જન્‍મેલ શાહરૂખ ખાનના પિતાનું નામ તાજ મોહમ્‍મદ ખાન અને માતાનું નામ લતીફ ફાતિમા ખાન, તેમણે દિલ્‍હીની સેન્‍ટ કોલંબમાં અને ત્‍યાર બાદ હંસરાજ કોલેજમાં થી બી. એ. ઇકોનોમિકસની ડિગ્રી મેળવી.

પણ મૂળ કલાકાર જીવ તેમણે વર્ષ ૧૯૮૯ માં ટીવી સિરિયલ ફૌજીમાં કામ કર્યુ અને એમનો અભીનય દર્શકોને ગમ્‍યો, એમાં એમને ૧૯૯૨માં ચાન્‍સ મળ્‍યો ફિલ્‍મ દિવાનામાં તેમણે વિજય વર્માની ભૂમિકા ભજવી પછી તો દરેક ને પાછળ છોડી શાહરૂખ આગળ ધપતો જ ગયો એક પછી એક હિટ ફિલ્‍મો હિટ થવા લાગી ૧૯૯૨ થી શરૂ કરેલ આ ફિલ્‍મી કેરિયર આજે ૩૩ વર્ષે પણ સડસડાટ દોડે છે.

શાહરૂખ ખાનની ફિલ્‍મ કારકિર્દી ની ઝલકને વર્ષ અનુસાર જોઈએ તો ....

૧૯૯૨  દીવાના, ચમત્‍કાર,   રાજુ બન ગયા જેન્‍ટલમેન, ૧૯૯૩  બાઝીગર, ડર, માયા મેમસાબ, ૧૯૯૪  કરન અર્જુન, કભી હા કભી ના, અંજામ,૧૯૯૫  દિલવાલે દુલ્‍હીનિયા લે જાયેંગે , ઝમાના,  દીવાની, ઓહ ડાર્લિગ  યે હૈ ઈન્‍ડિયા, ૧૯૯૬  ચાહત, ઇંગ્‍લિશ બાબુ દેશી મેમ, આર્મી, ૧૯૯૭  દિલ તો પાગલ હૈ, યેસ બોસ, પરદેશ, કોયલા, ૧૯૯૮  કુછ કુછ હોતા હૈ, દિલ સે, ડુપ્‍લીકેટ, ૧૯૯૯  બાદશાહ, ફિર ભી દિલ હૈ હિદુસ્‍તાની

વર્ષ ૨૦૦૦ પછી તો જાણે શાહરૂખનો સુપરસ્‍ટાર સમય શરૂ થયો એક પછી એક હિટ ફિલ્‍મો આપી છવાતો ગયો. ૨૦૦૦  ફિર ભી દિલ હૈ હિદુસ્‍તાની, જોશ, હર દિલ જો પ્‍યાર કરશે,  મહોબ્‍બતેં, ૨૦૦૧  અશોકા, કભી ખુશી કભી ગમ, ૨૦૦૨  હમ તુમ્‍હારે હૈ સનમ, દેવદાસ, ૨૦૦૩  કલ હો ના હો, છાલતે છાલતે, ૨૦૦૪  મૈ હૂ ના, વીર-ઝારા, સ્‍વદેશ, ૨૦૦૫  પહેલે, સીલસીલે  (કેમિયો), સિલસિલા લવ, ૨૦૦૬  કભી અલવિદા ના કહેના, ડોન ( રિમેક), ૨૦૦૭  ચક દે ઇન્‍ડિયા, ઓમ શાંતિ ઓમ, ૨૦૦૮  રબ ને બના દી જોડી, ૨૦૦૯  (ફિલ્‍મો ઓછી, કેટલાક કેમિયો), ૨૦૧૦  માય નેમ ઇઝ ખાન, ૨૦૧૧  રા.વન, ડોન ૨, ૨૦૧૨  જબ તક હૈ જાન, ૨૦૧૩  ચેન્નઈ એક્‍સપ્રેસ, હેપ્‍પી ન્‍યૂ યર (૨૦૧૪માં રિલીઝ), ૨૦૧૪  હેપ્‍પી ન્‍યૂ યર, ૨૦૧૫  દિલવાલે, ૨૦૧૬  ફેન, ડીયર જિંદગી, ૨૦૧૭  રઈશ, જબ હેરી મેટ સેજલ, ૨૦૧૮  ઝીરો

ત્‍યાર પછીના સમયમાં શાહરૂખની ફિલ્‍મ આવવાની ગતિ મંદ પડી,પરંતુ આ સમય દરમ્‍યાન તેમણે ઓટીટી પ્રોડકેશન ઉપર ધ્‍યાન આપ્‍યું. ૨૦૨૩ માં ફરી એન્‍ટ્રી...

પઠાણ, જવાન, ડંકી આગામી સમય માં પણ એમની ફિલ્‍મો આવી રહી છે. આવી રીતે એમની ફિલ્‍મ નો સિલસિલો યથાવત ચાલુ જ છે..

શાહરૂખ ખાને ફિલ્‍મ પ્રોડ્‍યુસર તરીકે પણ સફળતા મેળવી છે તેમણે ગૌરી ખાન સાથે વર્ષ ૨૦૦૨માં ‘‘રેડ ચિલી એટ્‍નેટમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડ ''  નામની કંપની ચાલુ કરી મેં હું ના, ઓમ શાંતિ ઓમ,ચેન્નાઈ એક્‍સપ્રેસ, હેપ્‍પી ન્‍યૂ યર, જવાન, પઠાણ અને ડંકી જેવી ફિલ્‍મોમાં પણ હાથ અજમાવ્‍યો છે.

શાહરૂખ ખાને કાજોલ, જુહી ચાવલા, માધુરી દીક્ષિત, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્‍ટા, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, અનુષ્‍કા શર્મા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સહીત ની અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂક્‍યો છે, તેમણે સૌથી વધુ કાજોલ સાથે ૭ ફિલ્‍મ, જુહી ચાવલા સાથે ૬ ફિલ્‍મ અને રાની મુખર્જી સાથે ૫ ફિલ્‍મોમાં કામ કર્યું છે, જોકે સૌથી હિટ જોડીનું ખિતાબ કાજોલ સાથેનુ ગણાય છે, શાહરૂખ ખાને યશરાજ ફિલ્‍મ્‍સ, ધર્મા પ્રોડક્‍શન વિજિએસ ફિલ્‍મ્‍સ, વિજયા પિક્‍ચર્ષ સહિતની ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝની અગ્રણી સાથે કામ કર્યું છે.

શાહરૂખ ખાને અત્‍યાર સુધીમાં પોતાની ફિલ્‍મ કારકિર્દી માં અનેક રોમેન્‍ટિક રોલ ઉપરાંત એક પ્રેમીનો રોલ, સંગીતકારનો રોલ, કેન્‍સર થી પીડિત પ્રેમીનો રોલ, આર્મી અધિકારી, ગેંગસ્‍ટર લીડર, જેવા રોલમાં કામ કર્યું છે એટલું જ નહિ તેમણે બાઝીગર, ડર , અંજામ, અને ડોન જેવી ફિલ્‍મો માં નેગેટિવ રોલ પણ ભજવ્‍યો છે

નાસા ના એન્‍જાિનિયર મોહન ભાર્ગવ, મહિલા હોકી કોચ કબીર ખાન, ઓટિઝમ ધરાવતો વ્‍યક્‍તિ રિઝવાન ખાનના અભિનયને લોકો આજે પણ એટલો વખાણે છે, શાહરૂખ ખાને આશરે ૮ જેટલી ફિલ્‍મોમાં ડબલ રોલ માં પણ કામ કર્યું છે, તો રબને બના દી જોડી માં તેમણે એક જ વ્‍યક્‍તિના બે સ્‍વરૂપની અદભૂત એક્‍ટિંગ કરી હતી,તેમની ફિલ્‍મ કારકિર્દીમાં અત્‍યાર સુધીમાં આશરે ૬૫ થી ૭૦ જેટલી ફિલ્‍મોમાં મુખ્‍ય ભૂમિકા ભજવી છે તો મહેમાન કલાકાર તરીકે આશરે ૨૦ થી વધુ ફિલ્‍મો માં કામ કર્યું છે.

બડે બડે દેશો મેં એંસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ, અગર કિસી કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને મેં, કહી ના કહી કોઈ ના કોઈ તો મેરે લિયે બનાઇ હોગી, કહો ના કી તુમ મુજસે પ્‍યાર કરતે હો, કોઈ ધંધા છોટા નહી હોતા, ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા, જેવા ડાયલોગ દ્વારા દર્શકોમાં છવાયો હતો શાહરૂખ.

શાહરૂખ ખાન ફિલ્‍મ અભિનેતા ની સાથે સાથે પાક્કો બિઝનેસ મેન છે તેમણે ફિલ્‍મ પ્રોડ્‍યુસર કંપની ઉપરાંત વર્ષ ૨૦૦૮માં આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમમાં મુખ્‍ય ભાગીદાર છે અને આ ટીમ વર્ષ ૨૦૧૨,૨૦૧૪ અને વર્ષ ૨૦૨૪માં ચેમ્‍પિયન બની છે.

આપણને આヘર્ય થશે પરંતુ શાહરૂખ છેલ્‍લા કેટલાય વર્ષો થી  પેપ્‍સી, હિન્‍દુસ્‍તાન યુનિલિવર, હ્યુન્‍ડાઈ, ટેગ હુઇર જેવી અલગ અલગ નામાંકિત બ્રાન્‍ડના મોડલ તરીકે કામ કરે છે અને કરોડોની કમાણી કરે છે.

શાહરૂખ ખાનના પારિવારિક જીવન વિશે જોઈએ તો તેમની પત્‍નીનું નામ ગૌરી ખાન છે શાહરૂખ અને ગૌરી ખાન ની લવ સ્‍ટોરી બોલીવુડ માં પણ ખૂબ જ જાણીતી છે,૧૯૮૪માં પ્રથમ વખત એક પાર્ટી માં બંનેની મુલાકાત થઈ હતી અને આશરે ૬ વર્ષના લાંબા સમય ગાળા બાદ ૨૫મી ઓક્‍ટોબર ૧૯૯૧ના રોજ બંને એ લગ્ન કર્યા હતા ( અત્રે ઉલ્‍લેખનીય છે કે શાહરૂખ ખાન મુસ્‍લિમ છે જ્‍યારે ગૌરી એક હિન્‍દુ યુવતી છે) તેમના આ દાંપત્‍યજીવન દરમ્‍યાન તેમને આર્યન ખાન નામનો પુત્ર અને સુહાના ખાન નામે પુત્રી છે તેમજ તેમનો હજુ એક નાનો પુત્ર છે તેમનું નામ છે અબ્રામ ખાન.. પુત્રી સુહાના અભીનય ક્ષેત્રે આવી ગઈ છે, આર્યાન ફિલ્‍મમેકીગ શીખી રહ્યો છે અને દિગ્‍દર્શન તરફ વળ્‍યો છે.

શાહરૂખ પોતાના પરીવાર સાથે મુંબઈના બેન્‍ડ સ્‍ટેન્‍ડ ખાતે આવેલ આશરે ૨૦૦ કરોડ થી વધુ કિમતના. ‘‘મન્નત'' બંગલા મા રહે છે, હાલમાં બંગલામાં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી તેવો ભાડે રહે છે, મળતી માહિતી અનુસાર શાહરૂખ આવતીકાલે તેમનો જન્‍મ દિવસ અલીબાગના આલિશાન ફાર્મ હાઉસમાં ઉજવશે. માત્ર ભારત જ નહી વિશ્વના અનેક દેશો માં લોકપ્રિયતા ધરાવતા શાહરૂખ ખાનને તેમના જન્‍મ દિવસની આગોતરી શુભેચ્‍છા.(૪૦.૧૬)

Happy Birthday Shahrukh Khan...

(2:28 PM IST)