<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સ્‍ટારલીંકે ભારતમાં ભરતી શરૂ કરી

 

નવી દિલ્‍હી : મસ્‍કની સેટેલાઇટ ઇન્‍ટરનેટ કંપની સ્‍ટારલિંક એ ભારતમાં હાયરિંગ (ભરતી) શરૂ કરી દીધી છે. કંપની બેંગલુરુ ઑફિસ માટે કેટલાક પદો પર ભરતી કરી રહી છે.

ભારતમાં તેનું ઓપરેશનલ હબ બેંગલુરુને બનાવ્‍યું છે. અહીં કંપનીએ ફાઇનાન્‍સ અને એકાઉન્‍ટિંગ સાથે જોડાયેલી પોઝિશન્‍સ માટે ભરતી શરૂ કરી છે. જોબ પોસ્‍ટિંગ અનુસાર, કંપનીને એવા પ્રોફેશનલ્‍સની જરૂર છે જે નાણાકીય રિર્પોટિંગ, ટેક્‍સ, ઓડિટ અને રેગ્‍યુલેટરી નિયમોનું સંચાલન કરી શકે.

કંપનીએ એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે આ તમામ પદો પર ફક્‍ત ભારતીય ઉમેદવારોને જ તક મળશે અને કામ સંપૂર્ણપણે ઓન-સાઇટ હશે. એટલે કે, રિમોટ અથવા હાઇબ્રિડ કામનો વિકલ્‍પ રહેશે નહીં.

(3:49 PM IST)