<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ભારતના એક પગલાથી પાકિસ્‍તાનમાં ગંભીર જળ સંકટનો ભય

ઓસ્‍ટ્રેલીયામાં થયેલ રિસર્ચમાં ખુલાસો : સિંધુ નદીના પ્રવાહને રોકશે કે ઘટાડશે તો પાડોશી દેશમાં પાણીની ગંભીર અછત સર્જાશે

નવી દિલ્‍હીઃ સિડની સ્‍થિત થિંક ટેન્‍ક, ઇન્‍સ્‍ટિટયૂટ ફોર ઇકોનોમિક્‍સ એન્‍ડ પીસ (IEP) ના અહેવાલમાં મોટો ખુલાસો કરવામાં આવ્‍યો છે કે જો ભારત સિંધુ નદીના પ્રવાહમાં ઘટાડો કરે અથવા તેને અટકાવે, તો પાકિસ્‍તાનને ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે. આઇઇપીના પર્યાવરણીય ખતરાના રિપોર્ટ ૨૦૨૫ મુજબ સિંધુ નદી બેસિન પર નિર્ભર પાકિસ્‍તાનના કળષિ ક્ષેત્રો ખતરામાં છે.

રિપોર્ટ અનુસાર પાકિસ્‍તાનની લગભગ ૮૦% ખેતી સિંધુ બેસિનના પાણી પર આધારિત છે. આટલી મોટી નિર્ભરતા હોવા છતાં પાકિસ્‍તાનના ડેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી ઓછી છે. પાકિસ્‍તાન માત્ર ૩૦ દિવસ માટે જ પાણીનો સંગ્રહ કરી શકે છે. આ મર્યાદિત સંગ્રહ ક્ષમતાને કારણે પાકિસ્‍તાન મોસમી પાણીની અછતનો સામનો કરવા માટે સતત સંવેદનશીલ રહે છે.

(3:33 PM IST)