News of Saturday, 1st November 2025
‘સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર’ અભિયાનની ગ્લોબલ ધમાલ! પીએમ મોદીએ એકસાથે ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિને બિરદાવી!: મહિલાઓના જીવન પર પરિવર્તનશીલ અસર
પોષણ મહિનાના અનુસંધાનમાં ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન શરૂ કરાયેલા અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવાનો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના ‘સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન’ (SNSPA) હેઠળ એકસાથે ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ આ પહેલની બેમોઢે પ્રશંસા કરી છે. તેમણે આ પ્રકારના જન આંદોલનને મહિલા સશક્તિકરણના પ્રયાસોને વેગ આપનારું ગણાવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આ સિદ્ધિ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું, "આ પ્રકારની પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. આવા જન આંદોલનો આપણા મહિલા સશક્તિકરણના પ્રયાસોને વેગ આપે છે અને આપણી મહિલાઓના જીવન પર પરિવર્તનશીલ અસર કરે છે."
ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ: રાષ્ટ્રવ્યાપી SNSPA અભિયાનને નિવારક અને મહિલા-કેન્દ્રિત આરોગ્ય સંભાળ પ્રત્યે ભારતની અપ્રતિમ પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે આ ત્રણ ગ્લોબલ રેકોર્ડ મળ્યા છે:
1. પ્રથમ રેકોર્ડ: મેગા નોંધણી
o એક જ મહિનામાં હેલ્થકેર પ્લેટફોર્મ પર ૩૨.૧ મિલિયનથી વધુ નોંધણીઓ નોંધાઈ.
2. બીજો રેકોર્ડ: બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ
o એક જ અઠવાડિયામાં ૯૯.૪ મિલિયનથી વધુ લોકોએ ઓનલાઈન સ્તન કેન્સર સ્ક્રીનિંગ માટે સાઇન અપ કર્યું.
3. ત્રીજો રેકોર્ડ: ઓનલાઈન વાઇટલ સાઇન્સ સ્ક્રીનિંગ
o રાજ્ય સ્તરે, એક જ અઠવાડિયામાં ૧૨.૫ મિલિયનથી વધુ લોકોએ ઓનલાઈન મહત્વપૂર્ણ સંકેતો (Vital Signs) સ્ક્રીનિંગ માટે સાઇન અપ કર્યું.
અભિયાનનો ઉદ્દેશ્ય અને વ્યાપ: પોષણ મહિનાના અનુસંધાનમાં ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવાનો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ અભિયાન અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યું છે: દેશભરના દરેક જિલ્લામાં ૧૯.૭ લાખ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. તમામ આરોગ્યસંભાળ પ્લેટફોર્મ પર ૧૧ કરોડથી વધુ લોકો સામેલ થયા. આ અભિયાનમાં ૨૦થી વધુ મંત્રાલયો, કેન્દ્ર સરકારની સંસ્થાઓ, મેડિકલ કોલેજો અને ખાનગી સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો.
સાંસદો, ધારાસભ્યો અને સંબંધિત મંત્રાલયોના અધિકારીઓની ભાગીદારીને કારણે આ અભિયાન 'સંપૂર્ણ સરકારનું' (Whole-of-Government) અભિયાન બન્યું છે, જે મહિલાઓના જીવન પર પરિવર્તનશીલ અસર લાવી રહ્યું છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
