<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

બિહારની ચૂંટણી વચ્ચે 'હેલોવીન હાસ્ય': લાલુ યાદવ પૌત્રો સાથે 'ભૂત' બનીને મજા માણતા દેખાયા!

'ભૂતિયા' ગેટ-અપ અને મસ્તી: ઉજવણીના ભાગરૂપે લાલુએ બાળકોમાં ચોકલેટનું વિતરણ પણ કર્યું હતું. ચૂંટણીના તણાવ વચ્ચે લાલુ યાદવનો આ પારિવારિક વિડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીનું રાજકીય વાતાવરણ ગરમાગરમ છે, ત્યારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે રાજકારણથી દૂર તેમના પારિવારિક જીવનની ઝલક આપે છે.

લાલુ યાદવ તેમના પૌત્રો અને પૌત્રી કાત્યાયની સાથે હેલોવીન પાર્ટીની મજા માણતા જોવા મળ્યા. તેમની પુત્રી રોહિણી આચાર્યએ આ વીડિયો પોસ્ટ કરીને સૌને 'હેપ્પી હેલોવીન'ની શુભકામના પાઠવી હતી.

'ભૂતિયા' ગેટ-અપ અને મસ્તી: વીડિયોમાં લાલુના પૌત્રો ભયાનક માસ્ક અને ભૂતિયા મેકઅપ જેવા ફેન્સી હેલોવીન પોશાક પહેરેલા છે. બાળકો તેમના દાદા (લાલુ યાદવ) ને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને લાલુ હસતા હસતા તેમની ટિપ્પણીઓનો રમૂજી જવાબ આપી રહ્યા છે.

તેજસ્વી યાદવની પુત્રી કાત્યાયની પણ પાર્ટીમાં હાજર હતી, અને લાલુ યાદવ તેમના નાના પૌત્ર ઇરાજને ખોળામાં રાખીને ખવડાવતા પણ જોવા મળ્યા હતા. હેલોવીનની ઉજવણીના ભાગરૂપે લાલુએ બાળકોમાં ચોકલેટનું વિતરણ પણ કર્યું હતું. ચૂંટણીના તણાવ વચ્ચે લાલુ યાદવનો આ પારિવારિક વિડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

 

(8:27 PM IST)