News of Sunday, 2nd November 2025
મધ્યપ્રદેશ બન્યું દેશનું પ્રથમ રાજ્ય! હવે બસ નહીં, હેલિકોપ્ટરમાં કરો રાજ્યમાં મુસાફરી!
ઇતિહાસ રચાયો: રાજ્યની અંદર એર સર્વિસ શરૂ કરનાર MP પ્રથમ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારે જનતાને એક અદ્ભુત અને ક્રાંતિકારી ભેટ આપી છે: રાજ્યની અંદર હેલિકોપ્ટર સેવા! આ સાથે, મધ્યપ્રદેશ રાજ્યની અંદર હવાઈ સેવાઓ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે રાજા ભોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ સેવાનો શુભારંભ કરાવ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર પરિવહનનું સાધન નહીં, પણ આનંદદાયક મુસાફરીનો અનુભવ હશે, જે પ્રવાસીઓ અને નાગરિકોના હૃદય અને અનુભવોને જોડશે.
સમયની બચત: ઉદાહરણ તરીકે, જે મુસાફરીમાં ભોપાલથી પચમઢી પહોંચતા રોડ માર્ગે 5.5 કલાક લાગતા હતા, તે હવે માત્ર 45 થી 50 મિનિટમાં પૂરી થઈ શકશે!
આધ્યાત્મિક યાત્રા સરળ: ઇન્દોરથી ઉજ્જૈન અને ઓમકારેશ્વર વચ્ચેની હેલિકોપ્ટર સેવા એક જ દિવસમાં બંને જ્યોતિર્લિંગના દર્શન કરવાની તક આપશે.
ક્યાં ક્યાં ઉડાન: પ્રારંભિક તબક્કામાં, સેવાઓ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવી છે:
1. ઇન્દો- ઉજ્જૈન-ઓમકારેશ્વર
2. ભોપાલ- માધાઈ-પચમઢી
3. જબલપુર -બાંધવગઢ-કાન્હા
હેલિકોપ્ટર ટુરિઝમની સાથે, મુખ્યમંત્રીએ રાજ્યના 70મા સ્થાપના દિવસે અન્ય અનેક આધુનિક સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કર્યું:
એર એમ્બ્યુલન્સ સેવાઓ
ડિજી યાત્રા
ફ્લાયબ્રેરી
કિડ્સ પ્લે ઝોન
CAT-I થી CAT-II ILS સિસ્ટમ (એરપોર્ટ અપગ્રેડ)
ડૉ. યાદવે કહ્યું કે આ પહેલથી માત્ર પ્રવાસીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રોજગાર સર્જન અને સ્થાનિક વેપારને પણ પ્રોત્સાહન મળશે.
મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસની યાત્રા પર ભાર મૂકતા કહ્યું કે મધ્યપ્રદેશ હવે આત્મનિર્ભર, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને પર્યટન ક્ષેત્રે અગ્રણી રાજ્ય બનવાનો સંકલ્પ ધરાવે છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
