News of Sunday, 2nd November 2025
પાકિસ્તાન હજી પણ IS આતંકવાદીઓનું 'સુરક્ષિત આશ્રયસ્થાન'? અફઘાની મીડિયાનો સનસનીખેજ દાવો
ISIS-ખોરાસનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં ધમધમે છે, લશ્કરી વિશ્લેષકોનું કથન; પેશાવરમાં ISIS-K ના મુખ્ય ષડયંત્રકાર નુસરતનું મોત થતાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા!

કાબુલ/ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો અને સનસનીખેજ ખુલાસો થયો છે. અફઘાનિસ્તાનના લશ્કરી વિશ્લેષકોએ દાવો કર્યો છે કે, વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ના તાલીમ કેન્દ્રો હજી પણ પાકિસ્તાનની ધરતી પર સક્રિય રીતે કાર્યરત છે.
અફઘાન મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાન વારંવાર પોતાની જમીન પર આતંકવાદી જૂથોની હાજરીનો ઇનકાર કરતું હોવા છતાં, ISIS-ખોરાસન (ISIS-K) એ ત્યાં પોતાના સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, ISIS-K ના એક વરિષ્ઠ વ્યક્તિ, જે નુસરત અથવા અબુ ઝાર તરીકે ઓળખાતો હતો, તેનું તાજેતરમાં પેશાવરમાં મોત થયું હતું.
માનવામાં આવે છે કે નુસરતે ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન કાબુલમાં થયેલા ઘણા મોટા હુમલાઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે પાકિસ્તાનમાં જૂથના કેન્દ્રનું નેતૃત્વ કરતો હતો.
પેશાવર, જે પાકિસ્તાનનો મોટો પ્રાંત છે, ત્યાં ISIS-K ના મુખ્ય કમાન્ડરનું મૃત્યુ થવું એ સ્પષ્ટપણે સૂચવે છે કે આ આતંકવાદી જૂથ પાકિસ્તાનમાં પોતાનો પગદંડો જમાવી ચૂક્યું છે. અફઘાનિસ્તાનના વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાનની સરકાર આ આતંકવાદી નેટવર્કને તોડી પાડવામાં કાં તો નિષ્ફળ ગઈ છે અથવા તેને આંખ આડા કાન કરી રહી છે, જે ક્ષેત્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
