News of Sunday, 2nd November 2025
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે ફટાફટ વાંચી જાવ...

* યુક્રેને રશિયાના તુઆપ્સે પોર્ટ પર ૧૬૪ ડ્રોન છોડતા ઓઈલ ટર્મિનલ ભડકે બળ્યું: રિફાઈનરીઓમાં આગ: ભારે નુકસાન: તમામ ડ્રોન તોડી પાડ્યાનો રશિયન દાવો
* બક્સરમાં ભાજપના મનોજ તિવારીના રોડ શો દરમિયાન ભારે અંધાધૂંધી, દુર્વ્યવહાર, વાહનો પર લાકડીઓથી હુમલો: આરજેડી સમર્થકો ઉપર આરોપ
* ગિરનાર પરિક્રમા રદ થવા છતાં ભવનાથમાં ૫૦ હજાર ભક્તો ઉમટી પડ્યા: ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરી સંતોષ માન્યો
* ઈજિપ્તમાં વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ શરૂ: ૫૭ હજાર કલાકૃતિ: ૩ હજાર વર્ષ પૌરાણિક તૂતનખામનની કબર, ખજાનો મૂકાયો
*અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરીયામાં "ખ્રિસ્તીઓની હત્યા" રોકવા માટે સૈન્ય હુમલાની ધમકી આપી છે અને પેન્ટાગોનને તૈયારી કરવા આદેશ આપ્યો છે
* કેરેબિયન સમુદ્રમાં ફરી અમેરિકાનો હુમલો: ત્રણ ટોચના ડ્રગ તસ્કરોનો સફાયો: બે મહિનામાં ૧૫મુ ઓપરેશન
*મેક્સિકોની હાર્મોસિલો ગામમાં આવેલ સુપર માર્કેટમાં ભયાનક વિસ્ફોટ અને પ્રચંડ આગ ફાટી નીકળી: બે ડઝન લોકોના મૃત્યુ, એક ડઝન ઘાયલ, બાળકો, મહિલાઓ પણ સામેલ
* જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ વહેલી સવારથી ગુમ: ત્રણ પાનાંની સુસાઇડ નોટ મળતા મોટો ખળભળાટ: શોધખોળ માટે પોલીસની દોડધામ: સુસાઇડ નોટમાં અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવાય છે: કોના નામનો ઉલ્લેખ છે અથવા ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસનું મૌન
* પટેલ સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે: ભુપેન્દ્રભાઈએ ટ્વિટ કરી ખાત્રી આપી: પ્રધાનો અને ઓફિસરો સાથે સતત મંત્રણા: ખેડૂતોના હિતને સૌથી વધુ પ્રાધાન્ય
* આઈપીએલ ૨૦૨૬ સીઝન પહેલા ખેલાડીઓના મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, બે સ્ટાર ખેલાડીઓ, સંજુ સેમસન અને કેએલ રાહુલ, વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. આનો અર્થ એ છે કે આ બંને ખેલાડીઓ કદાચ પોતાની હાલની ટીમો બદલીને નવી ટીમ સાથે રમતા જોવા મળી શકે છે.
* આવતા અઠવાડિયે શેરબજારમાં શ્રીજી ગ્લોબલ એફએમસીજી, બિલિયન બ્રેન્સ ગેરેજ વેન્ચર્સ, ફિનબડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, પાઈન લેબ્સ અને ક્યુરિસ લાઇફ સાયન્સિસના ૫ નવા આઈપીઓ આવશે
* વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે એ રેકોર્ડબ્રેક ૩૮૧ બિલિયન ડોલર (૩૪ લાખ કરોડ રૂ.)ની રોકડ એકઠી કરી છે, જે અમેરિકન કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી વધુ છે. આ વર્ષે કંપનીના નફામાં ૧૭% નો વધારો થયો છે. જાન્યુઆરીમાં વોરેન બફેટ સીઈઓ પદ છોડશે અને વાઇસ ચેરમેન ગ્રેગ એબેલ કાર્યભાર સંભાળશે. આટલી મોટી રોકડના કારણે કંપની પર ડિવિડન્ડ ચૂકવવાનું દબાણ વધ્યું છે
* અરવલ્લીના બાયડ-દહેગામ હાઇવે પર આંબલીયારા નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક સવાર યુવક (સંજય સોલંકી)ને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું *
* બિહાર ચૂંટણીની તારીખો નજીક આવતા રાજકીય ગતિવિધિઓ વધી છે. આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બછવાડા અને બેલદૌરમાં પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે, તેજસ્વી યાદવ મોકામામાં જનસભા ગજબી રહ્યા છે અને આજે પટનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જબ્બર રોડ શો
* મહારાષ્ટ્રમાં વિપક્ષનો વિરોધ: રાજ્યમાં 'ફર્જી વોટિંગ' (નકલી મતદાન) વિવાદને લઈને આજે વિપક્ષ દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવશે.
* દિલ્હીમાં હવા ઝેરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ફરી એકવાર ઝેરી બની છે, જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક યુ આઈ) ૪૦૦ ને પાર પહોંચી ગયો છે.
* અમિતભાઈ શાહે લાલુ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં એક જનસભામાં મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. તેમણે રાબડીદેવીના ભાઈ અને લાલુજીના સાળા સાધુ યાદવનો ઉલ્લેખ કરીને લોકોને 'જંગલ રાજ'ની યાદ અપાવી અને કહ્યું કે આ ચૂંટણી બિહારનું ભવિષ્ય નક્કી કરવાની તક છે. તેમણે 'જંગલ રાજ' વિરુદ્ધ 'વિકાસ રાજ'નો મુદ્દો ઉઠાવીને મતદારોને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન માટે મત આપવા અપીલ કરી
* ઈસરોની ટીમ આજે દેશના સૌથી વજનદાર સીએમએસ ૦૩ ઉપગ્રહને તરતો મૂકવાના કાર્યક્રમ પહેલા તિરુમાલા મંદિર ખાતે પૂજા અર્ચના કરી
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
