News of Sunday, 2nd November 2025
દિલ્હી-એનસીઆરમાં 'ટ્રિપલ એટેક': ૭૫% ઘરોમાં કોવિડ-ફ્લૂ જેવા લક્ષણો
બદલાતું હવામાન, વાયરલ ફ્લૂ અને પ્રદૂષણની ઘાતક જુગલબંધી: ઉધરસ, તાવ ૧૪ દિવસ સુધી પીછો નથી છોડતા; ડૉક્ટરે એન્ટિબાયોટિક્સથી દૂર રહેવાની આપી ચેતવણી

નવી દિલ્હી: ઉત્તર ભારતના મોટા શહેરો, ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં, સ્વાસ્થ્ય પર 'ટ્રિપલ એટેક' શરૂ થયો છે. હવામાનના અચાનક પલટા, મોસમી વાયરલ ઇન્ફેક્શન અને પ્રદૂષણના વધતા સ્તરના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
દ્વારકાની મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. મનીષ ગર્ગના જણાવ્યા મુજબ, મોટા ભાગના ઘરોમાં હવે કોવિડ-ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
દર્દીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણોની યાદી આ મુજબ છે:
સતત સૂકી ઉધરસ અને ગળામાં દુખાવો.
નાક બંધ થવું અને હળવો તાવ.
શરીરમાં દુખાવો અને થાક.
ખાસ કરીને રાત્રે અથવા સવારે ઉધરસ વધુ બગડવી.
ડૉક્ટરની ચેતવણી આપી હતી કે સામાન્ય રીતે ૨-૩ દિવસમાં મટી જતી શરદી-ખાંસી હવે ૧૦ થી ૧૪ દિવસ સુધી ચાલે છે. અસ્થમા અને COPD ના દર્દીઓમાં રાત્રે ઘરઘરાટી અથવા છાતીમાં જકડાઈ જવાનો અનુભવ થાય છે.
ડૉક્ટરોએ સમજાવ્યું કે બીમારી આટલો લાંબો સમય કેમ ખેંચાય છે:
1. વાયરલ ચેપ: ફ્લૂ અને રાઇનોવાયરસ આ સમયે ખૂબ સક્રિય હોય છે, જે તાવ અને ગળામાં દુખાવો લાવે છે.
2. પ્રદૂષણની અસર: એકવાર તાવ ઓછો થયા પછી, હવામાં રહેલા PM 2.5 અને PM 10 જેવા ઝીણા કણો શ્વસનતંત્રમાં બળતરા પેદા કરે છે, જેનાથી ઉધરસ અને ગળાની તકલીફ લાંબો સમય ચાલે છે.
કેટલાક લોકોને તો તાવ આવતો નથી, પરંતુ માત્ર સૂકી ઉધરસ, આંખોમાંથી પાણી આવવું અથવા માથાનો દુખાવો થાય છે, જે સ્પષ્ટપણે પ્રદૂષણ સંબંધિત એલર્જી છે.
ડૉ. ગર્ગે એક સૌથી મોટી ભૂલથી દૂર રહેવાની સલાહ આપી હતી કે વાયરલ અને પ્રદૂષણ સંબંધિત બીમારીઓના લક્ષણો સમાન હોવાથી, ઘણા દર્દીઓ જાતે જ એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરી દે છે. જો ચેપ વાયરલ હોય તો એન્ટિબાયોટિક્સ સંપૂર્ણપણે બિનઅસરકારક હોય છે અને શરીર પર નકામો બોજ લાવે છે."
આ 'ડબલ બર્ડન' વાળી ઋતુમાં સાવધાની જ તમારું શ્રેષ્ઠ રક્ષણ છે:
બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરો (પ્રદૂષણ અને વાયરસ બંનેથી બચાવ).
વારંવાર હાથ ધોવા.
ભીડવાળી જગ્યાઓ ટાળો.
જાતે ડૉક્ટર બનવાનું ટાળો અને લક્ષણો ૧-૨ દિવસથી વધુ ચાલે તો નિષ્ણાતની સલાહ લો.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
