News of Sunday, 2nd November 2025
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સુરતથી મોટી જાહેરાત
વર્લ્ડકપ જીત પર મળશે ડાયમંડ જ્વેલરી અને રૂફટોપ સોલાર

સુરત : ગુજરાતી અખબાર ન વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ, સુરતના ઉદ્યોગપતિ ભાઈઓએ જાહેરાત કરી છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે જો વર્લ્ડકપ જીતશે તો ડાયમંડ જ્વેલરી અને રૂફટોપ સોલાર ભેટમાં આપશે..
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને કરોડો ભારતીયોની આશાનું કેન્દ્ર બની છે. અત્યારે વર્લ્ડ કપ ફાઇનલ મેચ શરૂ થઈ ગયો છે.
સુરત, જે હીરા ઉદ્યોગનું વૈશ્વિક હબ છે, ત્યાંના ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત ખેલાડીઓનો ઉત્સાહ વધારનારી છે. આ ભેટ દ્વારા ઉદ્યોગપતિ બંધુઓએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓની મહેનતને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
