News of Sunday, 2nd November 2025
મહિલા વર્લ્ડકપ ફાઇનલ LIVE: ઇતિહાસ રચવાની ઘડી! શું ભારતનો 'ત્રીજો પ્રયાસ' સફળ થશે?

મુંબઈમાં વરસાદી વિઘ્ન: ટોસમાં વિલંબ! આજની ફાઇનલમાં ભારત-સાઉથ આફ્રિકામાંથી એક ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બનશે; નવી શરૂઆત ૩:૩૦ વાગ્યે!મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે! આઇસીસી મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો ટકરાશે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના વર્ચસ્વ બાદ આજે ક્રિકેટ જગતને એક નવી ચેમ્પિયન ટીમ મળશે, કારણ કે આ બંનેમાંથી કોઈ પણ ટીમે આજ સુધી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો નથી.
મળતી માહિતી મુજબ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મહત્ત્વપૂર્ણ મેચ પર આજે સવારથી જ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. વરસાદી વિઘ્નના કારણે મેચના નિર્ધારિત સમયમાં ફેરફાર કરાયો છે: ભારતીય ટીમ બે વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ બંને વખત નજીકથી ચૂકી ગઈ હતી:
આજે કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની 'બ્લુ બ્રિગેડ' ત્રીજા પ્રયાસમાં ઇતિહાસ રચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજી તરફ, સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે અને તે પણ ઇતિહાસ રચવા માટે આતુર છે.
ભારતીય ટીમની મુખ્ય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રીગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા તેમજ સ્નેહ રાણા સામેલ છે, જે દક્ષિણ આફ્રિકાને મજબૂત ટક્કર આપવા માટે તૈયાર છે.
મહિલા વર્લ્ડમાં ક્યારે કઈ ટીમ બની વિજેતા?
2022: ઑસ્ટ્રેલિયા
2017 : ઈંગ્લેન્ડ
2013 : ઑસ્ટ્રેલિયા
2009 : ઈંગ્લેન્ડ
2005 : ઑસ્ટ્રેલિયા
2000 : ન્યૂઝીલેન્ડ
1997 : ઑસ્ટ્રેલિયા
1993 : ઈંગ્લેન્ડ
1988 : ઑસ્ટ્રેલિયા
1982 : ઑસ્ટ્રેલિયા
1978 : ઑસ્ટ્રેલિયા
1973 : ઈંગ્લેન્ડ
ભારતીય મહિલા ક્રિકેટની સ્કવોડ: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રીગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ, ઉમા છેત્રી, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી, હરલીન દેઓલ
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
