લઠ્ઠમાર' ગઠબંધન ચૂંટણી પછી તૂટી જશે: વડાપ્રધાન મોદી બિહારમાં વિપક્ષ ઉપર તૂટી પડ્યા: કહ્યું કે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં મોટા નિવેદનો કરે છે, પરંતુ બિહારમાં તેઓ આરજેડી સામે લાચાર છે.":આરજેડીએ બંદૂકની અણીએ કોંગ્રેસ પાસેથી મુખ્યમંત્રી પદની દાવેદારી છીનવી લીધી: આ લોકો માત્ર પરિવાર માટે લડે છે: નરેન્દ્રભાઈ
આ લોકો ચૂંટણી પહેલા એકબીજા સાથે નથી, તો ચૂંટણી પછી બિહારની જનતાનું શું ભલું કરશે? હું તમને લખીને આપું છું, ચૂંટણીના પરિણામો આવતા જ આ બંને પક્ષો એકબીજા સાથે 'લઠ્ઠમાર' બાખડશે અને ગઠબંધન તૂટી જશે

નવાદા/આરા (બિહાર): બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ આપતા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે નવાદા અને આરા ખાતેની વિરાટ જનસભાઓમાં વિપક્ષી મહાગઠબંધન પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસનું ગઠબંધન સંપૂર્ણપણે તકવાદી છે અને આરજેડીએ કોંગ્રેસને 'બંદૂકની અણીએ' મુખ્યમંત્રી પદની દાવેદારી છોડવા મજબૂર કરી દીધી છે.
સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "આ જે 'ઘમંડિયા' ગઠબંધન છે, તેમની વચ્ચે કોઈ તાલમેલ નથી. સત્ય તો એ છે કે આરજેડીએ બંદૂક બતાવીને, કોંગ્રેસ પાસેથી મુખ્યમંત્રી પદની ખુરશી છીનવી લીધી છે. કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં મોટા નિવેદનો કરે છે, પરંતુ બિહારમાં તેઓ આરજેડી સામે લાચાર છે."
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, "તેમણે નામાંકન પાછા ખેંચાય તે પહેલા જ અંદરખાને બધો ખેલ પાડી દીધો હતો. આ લોકો ચૂંટણી પહેલા એકબીજા સાથે નથી, તો ચૂંટણી પછી બિહારની જનતાનું શું ભલું કરશે? હું તમને લખીને આપું છું, ચૂંટણીના પરિણામો આવતા જ આ બંને પક્ષો એકબીજા સાથે 'લઠ્ઠમાર' બાખડશે અને ગઠબંધન તૂટી જશે."
આરજેડીના શાસનકાળને 'જંગલરાજ' ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, "બિહારની જનતા તે ભયાનક સમયને ભૂલી નથી. અપહરણ, લૂંટ અને ભ્રષ્ટાચાર એ જ તેમની ઓળખ હતી. આ લોકો સત્તામાં આવે છે ત્યારે માત્ર પોતાના પરિવારનું ભલું વિચારે છે, જ્યારે એનડીએ સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ' ના મંત્ર સાથે બિહારના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરી રહી છે."
નરેન્દ્રભાઈએ એનડીએ સરકારના વિકાસ કાર્યોની ગણતરી કરાવતા કહ્યું કે, બિહારને આજે ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા સુધરી છે અને માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે. તેમણે જનતાને જંગલરાજના સમર્થકોને જાકારો આપવા અને વિકાસ માટે મત આપવા અપીલ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
