News of Monday, 3rd November 2025
ગૌરવ છે દેશની દીકરીઓ પર...પ્રથમ વખત જર્સી વહી જીત કા જઝબા ભી વહી...
ભારત ૨૯૮/૭, સાઉથ આફ્રિકા ૨૪૬/૧૦: શોફાલી વર્મા, દીપ્તી શર્મા અને અમનજેતનું ઓલરાઉન્ડ પ્રદર્શન

નવી દિલ્હીઃ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ની ફાઇનલમાં ભારતીય ટીમ૫૨ રનથી જીત હાંસલ કરી. પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પર કબજો કર્યો. ત્યારે, સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. મેચમાં ભારતીય ટીમે ૭ વિકેટ પર ૨૯૮ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ ૪૫.૩ ઓવરમાં ૨૪૬ રન પર સમેટાઈ ગઈ.
ફાઇનલમાં ભારતીય ટીમની જીતમાં ત્રણ ખેલાડીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ત્યારે અમનજોતે શાનદાર ફીલ્ડિંગ કરી. અમનજોતે તાજામિન બ્રિટ્સને રનઆઉટ કરી અને લૌરા વોલ્વાર્ડનો કેચ ઝડપ્યો.
સલામી બેટર શેફાલી વર્માએ ૮૭ રન બનાવ્યા અને ૨ વિકેટ ઝડપી. ત્યારે દીપ્તિ શર્માએ ૫૮ રન બનાવ્યા અને ૫ વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકાની ટીમની કમર તોડી નાખી. આ ત્રણેય ખેલાડીઓના શાનદાર પ્રદર્શને ભારતને જીત અપાવવામાં ખુબ મદદ કરી.
રન ચેઝમાં સાઉથ આફ્રિકાની શરૂઆત શાનદાર રહી. તાજામિન બ્રિટ્સ અને કેપ્ટન લૌરા વોલ્વાર્ડે પહેલી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને અમનજોત કૌરે તોડી, જેમણે બુલેટની ગતિથી થ્રો કરીને તાજામિનને રન આઉટ કર્યો. જોકે, આફ્રિકાની કેપ્ટન વોલ્વાર્ડ ક્રીઝ પર અડગ રહી અને તેમણે પોતાની સદી પૂર્ણ કરી.
સુને લુસ (૨૫ રન) અને એનેરી ડર્કસેને (૩૫ રન) પણ પોતાના કેપ્ટનનો સાથે આપ્યો. સાઉથ આફ્રિકાનો સ્કોર ૩૯.૨ ઓવરોમાં ૫ વિકેટ પર ૨૦૯ રન હતો. અહીંથી દીપ્તિ શર્માના શાનદાર સ્પેલે આફ્રિકાની હાર નક્કી કરી. દીપ્તિ શર્માએ ૯.૩ ઓવરોમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.(૪૦.૨૦)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
