News of Monday, 3rd November 2025
લગ્નમાં દુલ્હને સ્પોર્ટ બાઈક પર કરી ધમાકેદાર એન્ટ્રી
વીડિયોને જોઈને તમે પણ નવાઈ પામી જશો

નવી દિલ્હી,તા.૦૩: લગ્નની સિઝન હાલ શરૂ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ફરી લગ્ન પ્રસંગના વીડિયો વાયરલ થવાના શરૂ થયા છે. અમુક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો ભૂલી નથી શકતા. ત્યારે આવો જ એક વીડિયો દુલ્હનની એન્ટ્રીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે વીડિયોમાં દુલ્હન ફુલ તૈયાર થઈને જે રીતે આવી રહી છે તે જોઈને તમે પણ નવાઈ પામી જશો.
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બાઈક લઈને એન્ટ્રી કરી રહી છે. તે જે બાઈક ચલાવી રહી છે તે ભારે સ્પોર્ટ્સ બાઈક છે જેનું વજન ૨૦૦ કિલો કરતા વધારે છે. ઇન્સ્ટાગ્રામ પરના નામના એકાઉન્ટ પરથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે દુલ્હન સ્પોર્ટ્સ બાઈક પર એન્ટ્રી કરી રહી છે.
વીડિયો પોસ્ટ કર્યા બાદ આ વીડિયોનું કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન સફેદ કલરની સુઝુકી હાયાભૂસા બાઈક ચલાવી રહી છે. આ બાઈક તમે જોન અબ્રાહ્મ અને અભિષેક બચ્ચનની ધૂમ ફિલ્મમાં જોઈ હશે. ૨૦૦ કિલો કરતા પણ વધારે વજન વાળી બાઈક સાથે દુલ્હન પોતાના ડ્રેસમાં એન્ટ્રી કરે છે.
આ વીડિયોમાં સૌથી હેરાની વાળી વાત એ જ છે કે દુલ્હને તેના દાગીના પહેરીને મેકઅપ સાથે આ બાઈક ચલાવી છે. જેને લઈને લોકો હેરાન રહી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થળ પર હાજર લોકો પણ તેને જોઈને હેરાન રહી ગયા છે. સાથે જ લોકો આ દુલ્હનની વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
