ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Tuesday, 4th November 2025
અયોધ્યામાં રામ મંદિર બનશે પછી જ લગ્ન કરીશું એવો સંકલ્પ લેનારું આ યુગલ આખરે પરણ્યું
તામિલનાડુના કપલે રામ મંદિર પરિસરમાં જ લગ્ન કર્યાં : મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાનું વચન આપ્યું

અયોધ્યા તા.૪: તામિલનાડુથી આવેલા એક યુગલે વર્ષો પહેલાં સંકલ્પ લીધો હતો કે જ્યારે અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર તૈયાર થશે એ પછી જ તેઓ લગ્નના બંધનમાં બંધાશે. હવે જ્યારે રામલલાના મંદિરનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે ત્યારે તેમણે રામ મંદિરના પરિસરમાં જ લગ્ન કર્યાં છે.
ગઈ કાલે મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાના વચનની આપ-લે કરીને અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા. આ પ્રસંગે લગભગ ૩૫૦ શ્રદ્ધાળુઓ હાજર હતા તેમણે પણ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા.
રામ મંદિર બન્યા પછી અનેક ભક્તો તેમના સંકલ્પો પૂરા કરવા આવી રહ્યા છે. આ ઘટના ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાની મિસાલ છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
