હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકી પ્રતિબંધોની તત્કાળ અસરઃ રશિયાથી ભારત આવતા સસ્તા ક્રૂડ તેલના પુરવઠામાં ઘટાડોઃ ભારતીય રિફાઇનરીઓ સાવધ
રશિયાથી ભારતની ક્રૂડ તેલની નિકાસ ઘટીને સરેરાશ ૧૧.૯૦ લાખ બેરલ પ્રતિ દિન થઈ ગઈઃ જે અગાઉ ૧૯.૫૦ લાખ બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઓછી

નવી દિલ્હી, તા.૪: અમેરિકાએ ગત બાવીસ ઓક્ટોબરે રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદ્યા છે. આના પગલે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં રશિયાથી ભારત આવતા સસ્તા ક્રૂડ તેલના પુરવઠામાં મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય રિફાઇનરીઓએ પણ સાવચેતીનાં પગલાં લેતાં રશિયન તેલની આયાત ઘટાડી દીધી છે અને વૈકલ્પિકસ્ત્રોતો શોધી રહી છે.
વિગતવાર જોઈએ તો અમેરિકા દ્વારા રશિયાની બે મુખ્ય ઊર્જા કંપનીઓラરોસનેફ્ટ અને લુકોઇલラપર લાદવામાં આવેલા નવા આર્થિક પ્રતિબંધોની સીધી અસર ભારત-રશિયા તેલ વેપાર પર દેખાવા લાગી છે. પ્રતિબંધોની જાહેરાત બાદ રશિયાથી ભારત આવતા સસ્તા ક્રૂડ તેલના પુરવઠામાં તીવ્ર ઘટાડો થયો છે.
વૈશ્વિક કોમોડિટી ડેટા અનુસાર, સત્તાવીસ ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં રશિયાથી ભારતની ક્રૂડ તેલની નિકાસ ઘટીને સરેરાશ અગિયાર લાખ નેવું હજાર બેરલ પ્રતિ દિન થઈ ગઈ હતી. જે અગાઉના બે સપ્તાહની ઓગણીસ લાખ પચાસ હજાર બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઘણી ઓછી છે. ખાસ કરીને રોસનેફ્ટની નિકાસ ચૌદ લાખ દસ હજાર બેરલથી ઘટીને આઠ લાખ દસ હજાર બેરલ થઈ હતી, જ્યારે લુકોઇલ તરફથી કોઈ શિપમેન્ટ નોંધાયું નથી.
અમેરિકી પ્રતિબંધો બાદ ભારતીય રિફાઇનરીઓએ સાવચેતીના પગલાં લીધા છે. એચપીસીએલ-મિત્તલ એનર્જીએ રશિયન તેલની આયાત તાત્કાલિક ધોરણે સ્થગિત કરી છે. તેવી જ રીતે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ આંતરરાષ્ટ્રીય નિયમો અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની ખાતરી આપી છે. ભારતીય કંપનીઓ અને બેન્કો અમેરિકા દ્વારા લાદવામાં આવતા ગૌણ પ્રતિબંધોના ભયથી રશિયા સાથેના જોખમી નાણાકીય વ્યવહારોથી દૂર રહી રહી છે.
હાલમાં, ભારતની કુલ તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો લગભગ પાંત્રીસ ટકા છે, જેમાં આગામી સમયમાં ઘટાડો થવાની શકયતા છે. નિષ્ણાતો માને છે કે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં રશિયન તેલની આયાતમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળશે. આ ઘટને પહોંચી વળવા માટે ભારતીય રિફાઇનરીઓ હવે પヘમિ એશિયા, પヘમિ આફ્રિકા અને અમેરિકન ખંડોમાંથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
