<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રેલવેમાં હવે કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્‍ટ જાહેર થશે

નવા નિયમથી મુસાફરોની સુવિધા વધશે અને કન્‍ફર્મ ન થયેલી ટિકિટોની અનિヘતિતા પણ દૂર થશે

નવી દિલ્‍હી તા.૪: ભારતીય રેલવેએ વેઇટ-લિસ્‍ટ ટિકિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવા નિયમ પ્રમાણે હવે દરેક ટ્રેનમાં તમામ વર્ગો (AC 1, 2 અને ૩; સ્‍લીપર અને ચેરકાર)માં કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્‍ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વેઇટ-લિસ્‍ટમાં હવે અપંગ ક્‍વોટા અને બીજી કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ પગલાથી હવે મુસાફરો માટે કન્‍ફર્મ ન થયેલી ટિકિટોની અનિヘતિતા દૂર થશે.

રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ નવો નિયમ લાગુ થવાની તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. અત્‍યારે સામાન્‍ય રીતે વીસથી પચીસ ટકા વેઇટ-લિસ્‍ટ ટિકિટો મુસાફરી પહેલાં કન્‍ફર્મ કરવામાં આવે છે. વેઇટ-લિસ્‍ટ ટિકિટોની સંખ્‍યા વધુ હોવાને કારણે ઘણા મુસાફરો રિઝર્વ્‍ડ કોચમાં ચડતા હતા, જેને કારણે ટ્રેનોમાં ભીડ થતી હતી. એટલું જ નહીં, એને કારણે કન્‍ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરતા પ્રવાસીઓઓને અસુવિધા પણ થતી હતી.

અત્‍યારના નિયમ પ્રમાણે AC-1માં ૩૦ સુધી, AC-2માં ૧૦૦, AC-3માં ૩૦૦ અને સ્‍લીપરમાં ૪૦૦ સુધી વેઇટ-લિસ્‍ટ ટિકિટ જાહેર કરવામાં આવતી હતી. જોકે હવે નવા નિયમ પ્રમાણે જો કુલ સીટો ૪૦૦ જેટલી ઉપલબ્‍ધ હશે તો વધુમાં વધુ ૧૦૦ સીટ માટે જ વેઇટ-લિસ્‍ટ જાહેર કરવામાં આવશે.

(10:25 AM IST)