ગાઝિયાબાદમાં ગાઢ ધુમ્મસ હવાની ગુણવત્તા સતત ખરાબ સ્તરે.
રોડ પર વિઝિબિલિટી પણ ઘટી છે, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે

નવી દિલ્હી, તા.૪: દિલ્હીના પડોશી શહેર ગાઝિયાબાદમાં આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી, જેના કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા)માં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજ અને પ્રદૂષણના કણોનું મિશ્રણ થવાથી શહેરની હવા ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં જળવાઈ રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ શકે છે.
અહેવાલો વિગતે જોઈએ તો નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)ના મુખ્ય શહેર ગાઝિયાબાદમાં આજે સવારની શરૂઆત ધુમ્મસ સાથે થઈ હતી. નવા બસ સ્ટેન્ડ સહિત શહેરના મોટા ભાગના વિસ્તારો ધુમ્મસના આવરણ હેઠળ જોવા મળ્યા હતા. આ ધુમ્મસ માત્ર ભેજનું જ નહીં, પણ પ્રદૂષણના સૂક્ષ્મ કણોનું મિશ્રણ હોવાથી હવાની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરી રહ્યું છે.
હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઈ) ૩૦૦ની આસપાસ અથવા તેનાથી વધુ રહેવાથી ગાઝિયાબાદની હવા ખૂબ જ ખરાબ કેટેગરીમાં છે. આના કારણે રોડ પર વિઝિબિલિટી પણ ઘટી છે, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે લોકોને વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવા અને સાવધાની રાખવા અપીલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
