હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે અશ્વિની નક્ષત્ર, સિદ્ધિ યોગમાં દેવદિવાળી ઉજવાશે
બુધવારે સાંજે ૬.૪૮ વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ, ઉજવણી માટે ઉત્સાહઃ અનેક કાર્યક્રમોનું આયોજન : ગુરુનાનક જયંતીને લઇને શીખ સમુદાય, સંસ્થાના સંખ્યાબંધ આયોજનો

મુંબઇ તા.૪: હિન્દુ સમુદાયમાં સૌથી મોટું પર્વ દીપોત્સવી એટલે કે દિવાળીમાં સર્જાતી પોંની હારમાળા હવે સમાપ્તિને આરે પહોંચી છે. દેવઊઠી એકાદશી સાથે મંદિરો, ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં તુલસી વિવાહ પ્રસંગ કાર્યક્રમોની વજવણી ચાલી રહી છે. જયારે આવતીકાલે બુધવારે કારતક સુદ પૂનમે અશ્વિની નક્ષત્ર અને સિદ્ધિ યોગમાં દેવદિવાળીની ઉજવણી કરાશે. દરમિયાન મંદિરોમાં કાર્યક્રમોની ભરમાર જોવા મળશે. બીજી બાજુ શોખ સમુદાયમાં પણ વિવિધ કાર્યક્રમો સાથે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ ગુરુનાનક જયંતીની ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષે કારતક સુદ પૂનમના રોજ દેવદિવાળી પર્વની ઉજવણી થાય છે. જ્યોતિપીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે મંગળવારે રાત્રીએ ૧૦.૭૭વાગ્યા સુધી ચૌદશની તિલિ બાદ પૂનમ શરૂ થશે. સૂર્યોદય તિથિમાં બુધવારે દેવદિવાળી પર્વ ઉજવાશે. બુધવારે સાંજે ૨.૪૯ વાગ્યા સુધી કારતક સુદ પૂનમ રહેશે. સવારે ૯.૪૦થી ગુરુવારે સવાર સુધી અશ્વિની નક્ષત્ર, બુધવારે સવારે ૧૧.૨૮ વાગ્યા સુધી સિદ્ધિ યોગ રહેશે. સવારે ૮.૪૪થી બીજા દિવસે ગુરુવારે વહેલી સવાર સુધી વિષ્ટિકરણ છે. બુધવારે દેવદિવાળી સિવાય તુલસી વિદ્યાનું સમાપ્તિ, ચિપુરારિ પૂર્ણિમા, પુષ્કરનો મેળો, દીપદાન, ત્રિપુરોત્સવ, ફાર્તિક સ્નાન સમાપ્તિ, કાર્તિક સ્વાચિ દર્શન, સિદ્ધપુરનો મેળો, આચાર્ય હેમચંદ્રાચાર્ય જયતી, સિદ્ધાચલજીની પાવા, ભીષ્મ પંચક વન સમાપ્તિ, શ્રીમદ્ રાજચંદ્ર જયંતી, રાણી લમીબાઇ જયંતી જેવા પ્રસંગો ઉજવાશે. શીખ સમુદાયના ચહત્ત્વના પર્વ ગુરુનાનક જયંતીની ઉજવણી પણ કારતક સુદ પૂનમે થશે. આ તિથિએ શીખ સમુદાયના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીનો જન્મ થયો હતો. આ દિવસે શીખ સમુદાયમાં વિવિધ કાર્યક્રમો, મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો સાથે પ્રકાશ પર્વની ઉજવણી થશે. આ દિવસે દીપ દાનનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. બહાળુઓ પોતાના પિતૃઓ નિર્મિને તેમજ પૂર્વશ્ય લાભ માટે પવિત્ર નદીઓમાં દીવા પ્રવાહિત કરે છે. દેવદિવાળીએ અંધકાર પર પઢાશની જીત અને નિક્કા પર આશાના પ્રકાશનું પ્રતિક મનાય છે.
ભગવાન શિવ સાથે જોડાયેલી છે ત્રિપુરારિ પૂર્ણિમાની ગાથા
જ્યોતિષીના જણાવ્યા મુજબ, દેવદિવાળી સાથે વિવિધ માન્યતાઓ જોડાયેલી છે. તેમાં ભગવાન શિવ સાથે ત્રિપુરારી પૂર્ણિમાની ગાથા સંકળાયેલી છે. ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી દેવતા, ઋષિઓ, માનવીઓ પરેશાન હતા. ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસને ત્રિપુરોત્સવ અથવા તો ત્રિપુરારિ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી-દેવતાઓ કાશીમાં આવે છે અને માટીના દીવા પ્રગટાવે છે. એટલે આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા દેવદિવાળી કહેવામાં આવે છે. જેથી મંદિરોમાં સમુદાય, દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. દેવતાઓ પૃથ્વી પર પવિત્ર નદીઓમાં અવતરતા હોય નદી સ્નાનનું પણ વિશેષ મહાત્મ્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
