હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 4th November 2025
નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનની સમીક્ષા કરશે : સુરત અને બીલીમોરા વચ્ચે દોડનાર ટ્રેનની કામગીરી નિહાળશે
બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે પીએમ બેઠક કરશે: રાજ્યના દક્ષિણ ભાગથી લઇને મુંબઈ સુધી સુધીના કામ અંગે પણ તાગ મેળવશે

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 અને 16 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે.
અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી બેઠક કરશે. રાજ્યના દક્ષિણ ભાગથી લઇને મુંબઈ સુધી સુધીના કામ અંગે પણ તાગ મેળવશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંગે કાર્યક્રમમાં હાજરી આપશે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
