<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

આ કથા જ્ઞાનયજ્ઞ નહી, મહાયજ્ઞ બની ગયોઃ પૂ. રામેશ્વરબાપુ હરિયાણી

આ કથા વ્‍યાસપીઠ ઉપર બેસીને નહી પણ બ્રહમલીન સંત પૂ. દયાનંદગીરી બાપુના ખોળામાં બેસીને ગાઇ છે : ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્‍છાનુસાર પૂ. અમરગીરીબાપુના સાનિધ્‍યમાં આયોજીત શ્રી રામકથાનો વિરામઃ સ્‍વયંસેવક, યુવકો, મહિલાઓ, બાળકોનું સન્‍માન

રાજકોટ, તા.૩: મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્‍ય ભાવિકોનું આસ્‍થાનું કેન્‍દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્‍છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્‍ધ શ્રી રામ મહાયાગનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહેતા હતા અને કથાનું રસપાન કરીને શ્રી રામ મહાયાગના દર્શન કરતા હતા.

જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્‍છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્‍ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.

શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણીએ કરાવ્‍યું હતું. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવી હતી. ગુરૂજીની પવિત્ર સમાધીના દર્શન તથા ભાવિક ભકતજનોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો હતો જયારે દરરોજ બપોરે ૧ર વાગ્‍યે મહાપ્રસાદ યોજાયો હતો.

વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણીએ  કહયું કે આ કથા વ્‍યાસપીઠ ઉપરથી બેસીને નહી પણ બ્રહ્મલીન સંત શ્રી દયાનંદગીરીબાપુના ખોળામા બેસી ં  ગાઇ છે.  આ કથા જ્ઞાનયજ્ઞ નહી પરતું મહાયજ્ઞ બની ગયો હતો. આ કથા નુ પુરેપુરુ પુણ્‍ય બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીબાપુની સમાધિને અર્પણ કરું છું.

શ્રી મહાકાળી આશ્રમ ચરાડવામાં પરમ પૂજ્‍ય બ્રહ્મલીન સંત શ્રી દયાનંદગીરીબાપુની સ્‍મળતિમાં શ્રી રામકથામા દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહેતા હતા.પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુની આગેવાનીમાં સમગ્ર આયોજન કરવામાં આવ્‍યું હતું.

શ્રી રામકથાના નવમાં દિવસે પૂ. રામેશ્વર બાપુ દ્વારા ભગવાન શ્રી રામ અને મહાકાળી માતાના તથા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી દયાનંદગીરીબાપુ દર્શન કરી પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુની ઉપસ્‍થિત મા કથાની શરૂઆત કરી હતી. પ્રથમ ચરણમાં શ્રી રામેશ્વર સ્‍થાપના - રાવણવધ તથા શ્રી રામ રાજય અભિષેક વિષે કથાનુ રસપાન કરાવ્‍યું હતું.

આ કથામા સંતો મહંતો અને જુદાજુદા ક્ષેત્ર ના મહાનુભાવો અને રાજકીય આગેવાનો ઉપરાંત ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. ચરાડવા, ગોકુળીયા તેમજ આજુબાજુના બધા ગામો અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-કાઠીયાવાડના જુદાજુદા વિસ્‍તારના હજારોની સંખ્‍યામા ભાવીક ભકતોએ કથાનુ શ્રવણ કર્યું હતું.

શ્રીરામ કથામાં દિવસ રાત મહેનત કરતાં તમામ સ્‍વયંસેવકોનુ પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુએ પોતાના વરદ હસ્‍તે સન્‍માન કર્યુ હતું ત્‍યારે કથામાં નવ દિવસ ચરાડવા ગોપી મંડળના તમામ ગળપના બહેનોએ આશ્રમની અંદર અને બહારના રસ્‍તાઓને ટાઈમ ટુ ટાઈમ ખુબજ સારી રીતે સાફ કરવાની સેવા પુરી પાડી હતી. અને નાના ભુલકાઓએ છાસ વિતરણમા જોડાઈને ભાવથી છાસ પિવડાવી અને નવ દિવસ જી.આર.ડી સ્‍ટાફે ખૂબ સારીરીતે કાર્ય કર્યુ તેમનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું તમામ જુદી જુદી સમીતીઓનો પૂ.અમરગીરીબાપુએ આદર પુર્વક આભાર વ્‍યકત કર્યો હતો.

ત્‍યારબાદ શ્રીરામ કથાનો શુભ મુહૂર્તમાં વિરામ અપાયો હતો. શ્રીરામ કથાની પોથીને મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં લાવવામા આવી હતી. ત્‍યારબાદ પોથીને યજમાનના ધરે લઈ જવામાં આવી હતી.તદ ઉપરાંત શ્રી રામયાગ હવનનુ સાંજના શુભ ચોઘડીયે પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુ દ્વારા બીડું હોમી પુર્ણાહુતી કરવામાં આવી હતી.

પૂ. દયાનંદગિરીજી મહારાજની  હાજરીની અલૌકિક અનુભુતી થઇ

રાજકોટ, તા.૩: આ કથામાં પૂ. દયાનંદગિરિજી મહારાજની હાજરી હતી તેવી અનુભુતિ તેમના સાથે રહેતા લોકોને થઈ હતી.

જયારે બાપુ હયાત હતા ત્‍યારે આ પહેલાની બધી કથાઓમાં જેઓ તેમને વ્‍હીલચેરમાં બેસાડીને લઈ જતા ત્‍યારે જેટલો વજન લાગતો હતો. તેટલો જ વજન પૂ. દયાનંદગીરીજી મહારાજના ફોટા સાથેની વ્‍હીલચેરમાં લાગતો હતો.

 

 પૂ. દયાનંદગીરીબાપુની સ્‍મળતિમાં દ્વારકાધીશ પદયાત્રા દર્શન તથા ધ્‍વજારોહણઃ સંકલ્‍પ સિધ્‍ધ પદયાત્રા

શ્રી મહાકાળી માતાજી આશ્રમના મહંત પૂ અમરગીરીબાપુના સંકલ્‍પ સિધ્‍ધીથી બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય

ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી આશ્રમ દ્વારકા પદયાત્રા સંઘ તારીખ ૭/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધી યોજાશેઃ પદયાત્રા સંઘમાં જોડાવવા નામ નોંધાવવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૫

રાજકોટ તા.૩ :.  મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી આશ્રમના મહંત પરમ પૂજ્‍ય શ્રી અમરગીરીબાપુના સંકલ્‍પ સિધ્‍ધીથી પરમ પૂજ્‍ય બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુની

સ્‍મળતિમાં દ્વારકાધીશ પદયાત્રા દર્શન તથા ધ્‍વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે અંતર્ગત હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી આશ્રમ દ્વારકા પદયાત્રા સંઘ તારીખ ૭/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધી યોજાશે.પદયાત્રા સંઘમાં જોડાવવા નામ નોંધાવવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૫ છે.

  નામ નોધાવવા માટે ૧. અમરતભાઈ લાલજીભાઈ પટેલ (મો.નં. ૬૩૫૩૮ ૩૫૩૫૯),૨.રાજેશભાઈ ધીરૂભાઈ પટેલ (મો નં.૯૭૨૭૩ ૭૯૫૦૦),૩. વિજય બનેશંગભાઈ પઢિયાર (મો.નં.૬૩૫૧૩ ૬૪૮૯૯) ૪. મુનાભાઈ માત્રાભાઈ સાનિયા (કનૈયા ચા) (મો. નં. ૯૯૭૮૫ ૫૪૭૮૩)૫.શંકરભાઈ નરશીભાઈ સોનાગ્રા (મો. નં. ૯૮૭૯૯ ૯૬૯૬૩),૬.નરેશભાઈ જેસિંગભાઈ સોનાગ્રા (મો. ન. ૯૯૧૩૫ ૬૦૩૮૪),૭. પ્રવિણભાઈ મગનભાઈ બાવરવા (ગોકુળીયા) (મો. નં. ૯૬૬૪૮ ૩૧૩૧૪)૮. મનસુખભાઈ બચુભાઈ પટેલ( મો. નં. ૯૮૨૫૬ ૪૧૬૫૧).

   ભાવિક ભક્‍તજનોને જોડાવવા માટે પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીમહારાજ તથા સેવકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. 

પૂ. દયાનંદગીરીજી

મહારાજની પ્રેરણાથી

પૂ.અમરગીરીજી

મહારાજના સાનિધ્‍યમાં

અખાત્રીજે પ૧ સમુહલગ્ન

સ્‍વ. કમલેશભાઇ દિયશંકર રાવલના સ્‍મરણાર્થે

રાજકોટ તા. ૩ :. ચરાડવા શ્રી મહાકાળી માતાજીના આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજની પ્રેરણાથી પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં તા. ૧૯-૪-ર૬ ને અખાત્રીજના રોજ પ૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

સ્‍વ. કમલેશભાઇ ઉદયશંકર રાવલના સ્‍મરણાર્થે તેમના સુપુત્ર દિવ્‍યાંગભાઇ કમલેશભાઇ રાવલ તથા રાવલ પરિવાર તરફથી સમુહલગ્ન યોજાયા છે.

જેમા નામ નોંધણી માટે તા. ૩૦-૩-ર૬ સુધીમાં શ્રી મહાકાળી માતાજી આશ્રમ, દેવળીયા રોડ, ચરાડવા, તા. હળવદ, જી. મોરબી ખાતે (મો. ૯૪ર૯૬ પ૦પ૧પ), ઉપર મહંત પૂ. અમરગીરીજી મહારાજનો સંપર્ક કરીને લખાવી દેવા જણાવાયુ છે.

(11:58 AM IST)